________________
૧૨૮
[પરમાગમસાર-૨૨૮] એ પડખું ફેરવીને અંતરમાં આત્માનું સુખ રહ્યું છે એ સુખમાં લીન થવા માટે જંપલાવશે નહિ.
જંપલાવે નહીં.” એમ શબ્દ લીધો છે. (જંપલાવે એટલે જોરથી પડે છે. (અર્થાતુ) જે જીવ આત્માના સુખની પ્રાપ્તિ માટે અંદરમાં આવે છે એ પણ એટલા જોરથી આવે છે, ઘણાં જોરથી આવે છે. જોરથી એ મિથ્યાત્વનો ધ્વંસ કરે છે, જોરથી મિથ્યાત્વને છોડે છે અને જોરથી સમ્યકત્વને અંગીકાર કરે છે. એમ છે ખરેખર તો. એટલે એ આત્મામાં જંપલાવે છે એમ કહેવામાં આવે છે. કેમકે પ્રથમ જ સમ્યકત્વ થતાં તે જ સમયમાં એને સ્વરૂપ લીનતા ઉત્પન્ન થાય છે, શુદ્ધોપયોગ થાય છે, આત્મ સ્થિરતા ત્યાં પ્રગટ થાય છે. સમ્યક્ત થવું ત્યારે આત્મ સ્થિરતા થવી . એ બન્ને એક સાથે અવિનાભાવિપણે હોય છે. વારાફરતી નથી હોતા પણ અવિનાભાવીપણે હોય છે. એ જંપલાવીને આત્મામાં આવે છે.
(બન્ને કાર્ય) ગુણ ભેદે જુદાં છે. સમ્યક્ત થતાં અનંતગુણ પરિણમે છે. ‘સર્વ ગુણાંશ તે સમ્યકત્વ' . આત્માના અનંત ગુણોના અંશો શુદ્ધ થયાં, નિર્મળ થયાં એને સમ્યકત્વ કહ્યું છે). શ્રીમદ્જીએ આ પરિભાષા બાંધી (છે) - ‘સર્વ ગુણાંશ તે સમ્યકત્વ' જે શુદ્ધોપયોગ થાય છે તે સ્વરૂપાચરણ ચારિત્ર છે. જ્ઞાન સ્વસંવેદન રૂપ પરિણમે છે તે સમ્યજ્ઞાન છે અને આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે તેને સમ્યક્ શ્રદ્ધાન કહેવામાં આવે છે. એમ સભ્યશ્રદ્ધાન, સમ્યજ્ઞાન ને સમ્યગ્યારિત્રની એકતા થઈ. પરિણામ એક છે અને એમાં અનંત ગુણો પરિણમ્યાં છે. એટલે એનું અનેક ભેદે વર્ણન આવે છે. ગુણભેદની અપેક્ષાએ એક જ ધર્મના પરિણામનું અનેક ભેદે વર્ણન આવે છે એનું કારણ આ છે. (કેમકે એનામાં અનંત ગુણ રહ્યાં છે. સમ્યકત્વ થયું એટલે (એ જીવ) અનંત ગુણવંત થયો. જો તને ગુણની રુચિ હોય, જો તને ગુણની અભિલાષા હોય તો એ સમ્યકત્વ અંગીકાર કરવા જેવું છે કે જેમાં અનંત ગુણ ઊભા થશે.
એટલે એમ કહે છે કે જે સ્વરૂપમાં લીનતા થાય છે એ જંપલાવીને આમાં આવે છે. કેમ એ બધું વર્ણન કરવામાં આવે છે ? એવું બધું વર્ણન કરવા પાછળ પણ શાસ્ત્રમાં હેતુ છે. સમ્યકત્વને પણ બીજી બીજી રીતે લોકોએ કલ્પી લીધું છે. અમે તો જેન કુળમાં જન્મ્યા એટલે અમે તો મૂળ જૈન કુળમાં