________________
૧૬
પિરમાગમ સાર-૯૬]. જે એમને થાય છે એ એમણે વ્યક્ત કર્યું છે. ભાષાની શૈલી જુઓ તો વિદ્વત્તાની દષ્ટિએ વિદ્વાનોને એમ લાગે કે, આ કાંઈ અભણ માણસ કો’કે લખી માર્યું છે, એવું લાગે ! વિદ્વાનને તો એમ થાય કે, આ કાંઈ આમાં ઠેકાણું નથી, એવું લાગે. ભાષાનો મેળ ન બેસે. પણ એની અંદર જે ભાવ ભર્યા છે, એ તો જો આત્માનું મનન કરનાર જીવ હોય તો એને એ ઘર કરી જાય ! એવા ભાવ છે એની અંદર. એવું ઘૂંટણ ને એવું મનન લીધું છે! વારંવાર કેટલાક તો શબ્દો આવે છે. પણ ઘણું સરસ !
હવે, આમાં “સરસ છે એ સ + રસતાની પરીક્ષા કરનાર જોઈએ. બાહ્યદૃષ્ટિવાળાને એ સરસ ન લાગે. અંતરદૃષ્ટિવાળાને એ સરસ લાગે. સરસ, સરસનો અર્થ જ જો કે એ છે. જેમાં રસ હોય તે સરસ. રસ સહિતપણું હોય, આત્માના વિષયમાં આત્મરસ સંપન્નતા ન હોય તો એનું એમાં સરસપણું શું છે ? કે, કાંઈ નથી. જે આત્મિક વિષય છે, આત્માને સંબંધિત વિષય છે એમાં આત્મિક રસની ઉત્પત્તિ ન હોય તો એમાં એની સરસતા નથી.
ટોડરમલ્લજીએ તો બહુ સ્પષ્ટ કર્યું છે. જે આ વક્તાનું સ્વરૂપ લીધું છે ત્યાં સ્પષ્ટ વાત કરી છે કે, જૈનદર્શનમાં તો અધ્યાત્મરસમય વક્તા હોય તે વક્તા છે. પદ્ધતિબુદ્ધિથી કોઈ શાસ્ત્રનો સ્વાધ્યાય અથવા વક્તાપણું કરે છે તે સાંભળવા યોગ્ય પણ નથી. એવું લખ્યું છે, ભાઈ ! પદ્ધતિબુદ્ધિથી શાસ્ત્રની પદ્ધતિ સમજાવે - આ પદ્ધતિથી આમ છે, અહીંયા આ પદ્ધતિ છે, અહીંયા આ પદ્ધતિ છે, અહીંયા આ પદ્ધતિ છે. પદ્ધતિબુદ્ધિવાળાઓને તો સાંભળવા યોગ્ય નથી, એવું લખી નાખ્યું છે ! મોક્ષમાર્ગ પ્રકાશકની બહુ શરૂઆતમાં આ વિષય ચાલ્યો છે. એ વિષય ઉપર ગુરુદેવના પ્રવચનો થયા છે અને એ વિષય ઉપર પણ કેટલાક બોલ (આ પરમાગમસારમાં) ખેંચેલા છે. જરા પાછળના ભાગમાં લીધું છે. ૯૭૫ છે. “સર્વ વિદ્યામાં આત્માની વિદ્યાને જ પ્રધાન કહેલ છે. પાનું ૨૭૦ છે. સર્વ વિદ્યામાં આત્માની વિદ્યાને જ પ્રધાન કહેલ છે. તે અધ્યાત્મ વિદ્યાનો રસિક વક્તા હોય તે શોભે છે.” (એમ) અર્પિતપણે સીધું લીધું છે. અનર્પિતપણે અધ્યાત્મવિદ્યાનો રસિક ન હોય તે શોભતો નથી. સોગાનીજીએ કહ્યું છે, શાસ્ત્રને અનુસરીને આત્માના રસ વિનાની તારી ભાષા આવે છે, હમકો તો કાગપક્ષી જેસી લગતી હૈ ! આવે છે ? કાગડો બોલે ને કઠોર લાગે, એમ આત્માના રસ વિનાની વાણી