SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ કહાન રત્ન સરિતા તારો તો લાખમાં ભાગે પણ નથી અત્યારે ! વર્તમાનમાં કોઈનો ઉઘાડ લઈએ તો એનો સહસ્ત્રાંશ નહિ, એકસો સહસ્ત્રાંશે એનો અંશ આવે નહિ, એટલો ઓછો ઉઘાડ વર્તમાનના પ્રાણીઓને હોય છે. તો એની તો કાંઈ કિંમત નથી એવી ! પણ બાહ્યદૃષ્ટિ જીવોને મોહ થાય છે. બાહ્ય પરિણામ અને બાહ્ય ક્રિયા ઉપર મોહ થાય છે. કોઈને ક્ષયોપશમ ઉપર મોહ થાય છે તો કોઈને ક્ષયોપશમ અનુસાર ભાષા શૈલી આવે એના ઉપર મોહ થાય છે. બાહ્યદૃષ્ટિ જીવોને ભાષાનો મોહ હોય છે. ભાષાની ભભક ઉપર આકર્ષણ થાય છે. વિદ્વતા છે ને એમાં શબ્દ ભંડોળ હોય અને વિચારોને વ્યક્ત કરવાનો કુદરતી ભાષા અને ક્ષયોપશમને નિમિત્ત-નૈમિત્તિક મેળવાળો સંબંધ હોય અને એવું ઓછા જીવોને હોય, એટલે બાહ્યદૃષ્ટિ જીવોને એ આકર્ષણનો વિષય થાય કે, “બહુ સરસ ! આવું સરસ કહી શકે છે ! આવું તો આપણને ક્યાંય સાંભળવા મળતું નથી.” ભાઈ ! એ વિષય એવી રીતે પકડવા જેવો નથી. તત્ત્વ કેટલું આવે છે ? તત્ત્વ કેટલું વ્યક્ત થાય છે ? એના શબ્દો શું છે એની સાથે મતલબ નથી. પણ જે કોઈ શબ્દો દ્વારા તત્ત્વનો ભાવ કેટલો વ્યક્ત થાય છે ? કેટલો રસથી વ્યક્ત થાય છે ? કેટલો ઊંડાણથી વ્યક્ત થાય છે ? એની સાથે બીજા જીવને (આત્મ) પ્રાપ્તિ - અપ્રાપ્તિના વિષયમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. આ દેશનાલબ્ધિનો વિષય છે ને, એમાં આ રહસ્ય છે કે, જ્ઞાનીના એક વચનથી પણ આગમ જેટલું કામ થાય ! 'જેમ અધિગમ (સમ્યગ્દર્શન થવામાં) દેવ-ગુરુ ને શાસ્ત્રના નિમિત્તે સમ્યગ્દર્શન થાય. એમ પ્રત્યક્ષ જ્ઞાનીના એક વચનથી આગમ જેટલું જ્ઞાન થાય. અનંત આગમનું જ્ઞાન થાય. કેમકે એમાં અનંત આગમનું રહસ્ય છે. પણ અજ્ઞાનીના હજારો પુસ્તકોથી, લાખો પુસ્તકોથી કોઈને કદી પણ, અપવાદરૂપે પણ સમ્યકજ્ઞાન થાય, એ સ્થિતિ નથી. એ પરિસ્થિતિ જ નથી. “ન ભૂતો ન ભવિષ્યતિ - અશક્ય વસ્તુ છે. આમાં (જ્ઞાનીના વચનોમાં) શક્યતા રહેલી આ “ધર્મદાસજી ક્ષુલ્લક ને જોઈએ છીએ તો એમનામાં) વિદ્વતા ઘણી ઓછી દેખાય). આટલા નાના-નાના ચાર-પાંચ ગ્રંથો એમણે રચ્યા છે. એમાં પણ એક “સ્વાત્માનુભવ મનન' નામનો એમનો ગ્રંથ છે. સ્વ + આત્માનુભવ + મનન - એવા નામનો બહુ નાનો ગ્રંથ છે. એમાં તો એકલું આત્માનું મનન -
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy