________________
કહાન રત્ન સરિતા
૧૬૫ એમ અહીં કહે છે કે આ તમારી વાત બહુ ઊંચી મારો હડસેલો ! મૂકો અભરાઈમાં ! અમારે આ કામની નથી, અમે તો નાના માણસો છીએ. એ કુટિલ નીતિ છે. એની અંદર બહિરાત્મપણાનું જોર છે. “અનુભવ પ્રકાશમાં એ વાત “દીપચંદજી કરી ગયા.
અહીંયા તો એમ કહે છે કે આત્માના આનંદને કમાવાનો આ કાળ છે. એમ તને તારા માટે ભાસવું જોઈએ અને એના માટે જ તારી સંશોધક વૃત્તિ પૂરેપૂરી પાછળ પડી જવી જોઈએ. એકવાર એ પૂરો પાછળ પડે અને એને પોતાનું કાર્ય ન થાય એ કોઈ કાળમાં - ત્રણેકાળમાં નહિ બની શકવા યોગ્ય કાર્ય છે. ક્યારે પણ એવું બનતું જ નથી. એટલે એમ કહે છે કે “...એને ચૂકીશ નહિ.' એ ૨૪૦ બોલ થયો.
નિજ અવલોકનમાં રાગનું અને પર્યાનું લક્ષ છોડાવવાનો હેતુ છે. તેમજ એકાંત પર તરફના વલણનો પ્રવાહ બદલાઈ સ્વ તરફ વલણ થાય તેવો હેતુ છે. પરલક્ષી જ્ઞાન વડે માત્ર તર્ક-યુક્તિથી અનુભવમાં આવતા ભાવોનું – ભાવભાસન થઈ શકે નહિ, તેથી તેવી અભ્યાસની અયોગ્ય પદ્ધતિ બદલીને ભાવભાસન થાય, તેવો ખાસ હેતુ છે. સ્વભાવના ભાવમાસનથી સ્વભાવનું લક્ષ થતાં, રાગ અને પર્યાયનું પરલક્ષ સહજ છૂટે છે. યથાર્થપણે અવલોકન થવાનું ફળ પર્યાય બુદ્ધિ છૂટવામાં આવે છે. કારણકે આ અનુભવ પદ્ધતિ છે. પર્યાયબુદ્ધિમાં દીનતા આવે છે.
–પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની–૧૧૮૪)