________________
૧૬૪
[પરમાગમસા૨-૨૪૦]
?
કેવા થાય ? કેવા પરિણામ એના હોય ? એનાં સંકેત કર્યા છે. એ પરિણમનની યોગ્યતામાં ઘણી ઘણી વાતો છે. પણ એમાંની કેટલીક વાત પ્રસિદ્ધ કરીને ગયા છે.
એને એમ ન લાગે કે આ ધન રળવાનો કાળ છે. શું કરીએ અમારે ધંધો છે, ધંધો તો આજીવિકાનું સાધન ન હોય (અને) કરવો પડે એ બીજી વાત છે. પણ પરમાર્થ માર્ગને ગૌણ કરીને એકાકાર થઈને એ પ્રવૃત્તિમાં લાગે એ તો એને કરવા યોગ્ય નથી. ઊલટાનું જેને આની - આ માર્ગની કિંમત આવી છે એને પ્રવૃત્તિ કરવી પડતી હોય તોપણ એ પ્રવૃત્તિનો સંક્ષેપ કરીને, પ્રવૃત્તિને ટૂંકાવીને આ માર્ગમાં પોતાનો પ્રયત્ન કરવાનો સમય કાઢી લ્યે છે. ગમે તેવાં કપરા સંયોગોમાં, ગમે તેવા આકરા ઉદયોમાં પણ એ પોતાનું કાર્ય કરવાનો સમય કાઢી લ્યે છે. આમ છે.
સમયની ઘણી કિંમત છે. આમ સમય ખૂટવાનો નથી. જીવ અનંતકાળ પર્યંત રહેવાનો છે એટલે આમ તો સમય ખૂટવાનો નથી, પણ છતાં અહીંયા એ વાત નથી. નહિ તો વળી કોઈ એમ કહે કે એમ તો જાણવા મળ્યું છે કે અમારો આત્મા શાશ્વત છે શાશ્વત પદાર્થ છે, એટલે એને કાર્ય ક૨વાનો સામે કાળ પણ શાશ્વત છે (માટે) ગમે ત્યારે કાર્ય કરશે. એ વાત આ માર્ગને અનુકૂળ નથી, પ્રતિકૂળ વાત છે. એમ છે.
આ કાળમાં આવી ઊંચી ઊંચી વાત કેમ અંગીકાર કરી શકાય ? અમે (તો) સાધારણ રહ્યાં. પૂજા-ભક્તિ કરીએ, દયા-દાન કરીએ. બાકી આવી ઊંચી વાત અમે ક્યાંથી કરી શકીએ ? કહે છે કે એ આત્મા સ્વરૂપની ચાહ મટાડનાર બહિરાત્મા છે. એટલે એને બહિરાત્મપણાનું જોર ઘણું છે. બહિરાત્મા તો અનાદિનો છે પણ (અત્યારે) અંતર્મુખ થવાનો વિષય સામે આવ્યો અને એને હડસેલો માર્યો, અનાદર કર્યો ! એ પણ મોટું કરીને !! જગતમાં એવી એક કુટિલ નીતિ છે કે મોટા કરીને મારે. શું કરે ? માન, સન્માન આપીને મારી નાખે. એ મોટા કરીને મારે' એમ કહે છે. એ બધી કુટિલ નીતિ છે. એને કૂટનીતિ કહેવાય છે. અંદરમાં આશય એ હોય... કે (એ) બહુમાન આપવા લાયક હોય કે ન હોય એને માન આપોને ! પછી એને લૂંટી લ્યો !! એની પાસેથી દાન મેળવવું હોય તો દાન મેળવી લે ને બીજા કામ કરાવવા હોય તો બીજા કામ કરાવી લ્યે.