SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ કહાન રત્ન સરિતા. ૧૬૯ છે અને શુભરાગની મીઠાશમાં છે એ પણ મરેલાં છે. (એ પણ) મરી ગયા ! એનું જન્મ-મરણ નહિ મટે અને જ્ઞાનની ક્રિયામાં પડેલાં, શુદ્ધ અંતર સત્તાને અવલંબીને જ્ઞાન કરવાને બદલે એને છોડીને બહારમાં શાસ્ત્ર (વાંચીને અને બીજાં પુસ્તકોને સાંભળીને એ પ્રકારે જ્ઞાનનો વિકાસ થયેલો માને છે, ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું એમ માને છે, એની એને મીઠાશ છે . (એ પણ મરેલાં ઘણાં જીવો પાસે એક વાત કરવા માટે અનેક શબ્દોથી એ વાતને વ્યક્ત કરી શકે કોઈ એવી ભાષા શેલી હોય. એ પ્રકારે પોતાના જ્ઞાનને અનુરૂપ બીજી બહારની વાણી આદિનો પણ યોગ હોય. પછી એવી મીઠાશ થઈ જાય... એવી મીઠાશ થઈ જાય... વાહ ! આ જ સર્વસ્વ છે જાણે ! (અહીંયા કહે છે) એને અંતર્મુખ વળવાનો અવસર આવતો નથી. એક જગ્યાએ બોલ છે. આગળ પાછળનો ખ્યાલ નથી. આવી ગયો હોય તો તમારા ખ્યાલમાં (હશે). જેને ક્ષયોપશમ જ્ઞાનનાં અથવા ઇન્દ્રિય જ્ઞાનનાં રસ ચડ્યાં છે, તેને અર્તીન્દ્રિય જ્ઞાનનો રસ ચડશે નહિ.', એવી એક વાત આમાં પરમાગમસારમાં છે. એટલે મન અને બુદ્ધિથી ભલે એ ચારે અનુયોગના વિષયનું અધ્યયન કરીને જ્ઞાનના ઉધાડના રસમાં ચડી જાય એને ઇન્દ્રિયજ્ઞાનનો રસ છે એમ કહે છે. એને પરસત્તાવલંબી જ્ઞાનની મીઠાશ છે એમ કહો કે એને ઇન્દ્રિય જ્ઞાનનો રસ છે એમ કહો, બન્ને એક જ છે). એને અતીન્દ્રિય જ્ઞાની એવો આત્મા રુચ્યો નથી. એને અતીન્દ્રિયજ્ઞાન સ્વરૂપી આત્મા રુચ્યો નથી અને અતીન્દ્રિય જ્ઞાનની મીઠાશ એને લેવી છે એ વાત રહી નથી. વિરુદ્ધ પક્ષમાં એ ઊભો છે, એમ કહેવું છે લ્યો ! વિરોધ પક્ષમાં એ ઊભો છે. ઇન્દ્રિયજ્ઞાનની મીઠાશવાળો જીવ વિરોધ પક્ષમાં ઊભો છે. ઇન્દ્રિયજ્ઞાનની મીઠાશ - ક્ષયોપશમજ્ઞાનની મીઠાશ આત્માથી વિરોધપક્ષમાં છે. એ સૌથી વધારે ફસાવાનું કારણ છે. કેમકે એનો વિષય પાછાં શાસ્ત્રો હોય જો કે પંડિતોનો સંસાર જ શાસ્ત્ર છે. પંડિતોનો સંસાર શાસ્ત્ર છે. એ શાસ્ત્રમાં આવે છે હ, પાછું ! આ વાત પણ શાસ્ત્રમાં જ આવે છે ! 'ટોડરમલજીએ શરૂઆતમાં લીધું છે કે, પંડિતોનો સંસાર છે તે શાસ્ત્ર છે. કેમ એમ કહ્યું ? કે જે પરસત્તાવલંબી જ્ઞાનથી સંસારનું પરિભ્રમણ ચાલુ
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy