SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ જેણે બહારમાં ક્યાંક રાગમાં, સંયોગમાં, ક્ષેત્રમાં એમ ક્યાંક ને ક્યાંક કોઈ દ્રવ્યમાં, ક્ષેત્રમાં, કાળમાં, આ ઠીક છે એમ માનીને ત્યાં વિસામામાં કાળ ગાળ્યો તેણે પોતાના આત્માને ઠગી લીધો છે.’ ૨૧૬. પ્રવચન-૧૧ તા. ૧૨-૪-૧૯૮૩ (પરમાગમસાર, બોલ) ૨૧૬. જેણે બહારમાં ચાં રાગમાં, સંયોગમાં, ક્ષેત્રમાં, એમ ક્યાંક ને ક્યાંક કોઈ દ્રવ્યમાં (કોઈ) ક્ષેત્રમાં (કોઈ) કાળમાં, આ ઠીક છે એમ માનીને ત્યાં વિસામામાં કાળ ગાળ્યું, તેણે પોતાના આત્માને ઠગી લીધો છે.' માર્મિક ભાષા છે જરા ! શું કહે છે ? કે જીવ વિસામો કરી લ્યે છે. દેવલોકમાં બહુ મોટા આયુષ્ય છે. હલકામાં હલકા યંતરદેવો જે છે, એનું ઓછામાં ઓછું આયુષ્ય દસ હજાર વર્ષનું છે. એ અઘાતિની સ્થિતિ જ મોટી બંધાય છે. કષાયની મંદતામાં - તીવ્રતામાં બન્નેમાં અઘાતિકર્મની મોટી સ્થિતિ પડે. આ બાજુ નારકીએ જાય તો મોટું આયુષ્ય પડે. આ બાજુ દેવમાં જાય તોપણ મોટું આયુષ્ય પડે. પહેલી નરકની પહેલી પૃથ્વીમાં, જઘન્ય આયુષ્યધારક ના૨કીઓ છે એ દસ હજાર વર્ષના છે. એથી ઓછું આયુષ્ય કોઈનું નથી. પણ એ લાંબા આયુષ્યની જે બન્ને ક્ષેત્રમાં જવાવાળા જીવોની સ્થિતિ છે એ અઘાતિકર્મની સ્થિતિ છે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદની, એ નામ, ગોત્ર અને વેદની
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy