SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ અને એનો પત્તો લાવ વિસામો જવું છે. મને એમળી ગયો. ૧૦૮ [પરમાગમસાર-૨૧૬] અને આયુષ્ય પ્રમાણે લંબાય. આયુષ્ય મુખ્ય પ્રકૃતિ છે, બાકીની ત્રણે એની સાથે રહે છે. - કહે છે કે, બહારમાં એ દેવલોકનો દેવ છે એને હજારો વરસ ના આયુષ્ય છે). ઉપર જે કહ્યું) એ તો ઓછામાં ઓછા દસ હજાર વર્ષ છે. પછી તો ત્યાં પલ્યોપમ અને સાગરોપમના આયુષ્ય છે ! એ જે સાગરના મોટા આયુષ્ય છે એ કેમ પૂરો થઈ જાય છે ? કે એને વિસામો મળી ગયો. એને એમ થયું કે આ બધું મને ઠીક છે, બહુ સારું છે, મને આ બધું અનુકૂળ છે. એમ જ્યાં અનુકૂળતામાં જીવ વિસામો કરે છે, એમાં) કેટલો કાળ નીકળી જાય છે એનો પત્તો લાગતો નથી એનું એક નાટક ચાલે ત્યાં સેંકડો વર્ષ અને હજાર વર્ષ નીકળી જાય. નાચ-ગાન બીજું ને ત્રીજું, એને કાંઈ બીજું આહાર-વિહારનો તો પ્રસંગ નથી. એટલે એવી રીતે સમય ચાલ્યો જાય છે, કષાયની મંદતાના પરિણામમાં સમયનું વ્યતીત થવું, એ બહુ સહેલાઈથી સમયનું નિર્ગમન થઈ જાય છે. એથી ઊલટું કષાયની તીવ્રતામાં સમય જવો આકરો લાગે છે. નરકમાં એક-એક ક્ષણ પસાર કરવી એને આકરી લાગે છે. અહીંયા (દેવલોકમાં) હજારો વર્ષ ક્યાં ચાલ્યાં જાય એને ખબર પડતી નથી. કેમકે ત્યાં (નરકમાં) કષાયની તીવ્રતા રહે છે. અહીંયા (સ્વર્ગમાં) કષાયની મંદતા રહે છે. હવે એ અનુસાર જુઓ તો અહીંયા પણ મનુષ્યજીવનમાં, જો બહારની બહુ પ્રતિકૂળતાઓ ન હોય અને સાધારણ રીતે મનુષ્યોચિત વ્યવહાર સહેલાઈથી ચાલે એવી વ્યવસ્થા, પૂર્વ પુણ્યના ઉદયથી થઈ ગઈ હોય તો એની જીંદગી ક્યાં પૂરી થઈ જાય એની ખબર રહેતી નથી. એમ કહે - ક્યાં વર્ષ ચાલ્યાં ગયા ખબર ન પડી. એમ કહે છે કે નહિ ? ક્યાં વર્ષ જાય છે અને ક્યાં દિવસ જાય છે ખબર પડતી નથી, એનો અર્થ શું છે? પ્રશ્ન :- સમય સાપેક્ષ છે ? સમાધાન :- નહિ, અહીંયા Point કેટલો લેવો છે કે જીવ વિસામો કરી લે છે. એને વિસામોમાં આશરો મળે છે, આ અહીંયા ઠીક છે મને તો! પછી ત્યાંથી ઊખડવાનો વારો આવે . આયુષ્ય પૂરું થાય ત્યારે એને એ આખો પ્રત્યાઘાત આવે છે. એને ખબર પડે કે શરીરની પ્રકૃતિ કોઈ એવી રીતે અસાધારણ પ્રકારે કામ કરે છે કે ક્યારેક એવી ગડબડ થશે કે આયુષ્ય * *, , . . મન ને " *"
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy