________________
કહાન રત્ન સરિતા
૧૦૯ પૂરું થઈ જશે. મોટો ફેરફાર એને દેખાય ત્યારે સીધો એને આઘાત ઊભો થાય છે કે અરે...! (આ શું ? એ આઘાત કેમ થયો ? કે એ વિસામો નાખીને પડ્યો હતો એટલે આઘાત થયો છે. ઘર બરાબર છે, કુટુંબ બરાબર છે, સગાંવહાલાં બરાબર છે, બહારની અનુકૂળતા અને જરૂરિયાતો મળે એ પ્રમાણે બધું બરાબર છે. જોકે એમાં સખળડખળ તો આ કાળમાં બહુ છે. કાં ઘરમાં હોય, કાં (તો) સગાં-વ્હાલામાં હોય, કાંઈક બીજી હોય અને કાં સરકારની હોય. પણ છતાંય તે સંતોષ માનીને ક્યાંક ને ક્યાંક એ વિસામો કરે છે. બધું સરખું ન હોય તો જેટલું સરખું હોય એમાં એની કાંઈક સરખાપણાની કલ્પનાથી (વિસામો લે છે). કે આટલું તો બરાબર છે. એમાં તો ઉપાધિ નથી. આ ઠેકાણે તો ઉપાધિ નથી. એ ત્યાં વિસામો કરે છે, એમ કહે છે. આ જરા માર્મિક વાત છે.
વિસામામાં કાળ ગાળ્યો.” એમ કહે છે. સમય લીધો ને ? એનો સમય ત્યાં જલ્દી પસાર થઈ જાય છે. ત્યાં એને રસ પડે છે. જ્યાં જીવને રસ પડે ત્યાં સમયનું–કાળનું નિર્ગમન કેટલું થઈ જાય એનો એને ખ્યાલ રહેતો નથી અને કાળ પસાર થઈ જાય એનો ખ્યાલ ન રહે, એ એને રસ પડ્યો એનું લક્ષણ છે. આમ સામેસામું છે. 1 એટલે એમ કહે છે કે આત્માને છોડીને કોઈ એક પ્રકારના રાગમાં (અર્થાત) મારે આમ કરવું છે, આમ કરવું છે. આમ કરવું છે, આમ કરવા માગું છું, એવા બધાં અનેક પ્રકારના જે રાગાદિ ભાવો થાય, એમાં એને રસ છે, એમ કહે છે. તો એમાં એનો વિસામો છે.
અમુક પ્રકારનો સંયોગ મને બન્યો રહો, આટલો સંયોગ તો મારો જળવાઈ રહો, આટલાં માણસો આટલું, આટલાં પ્રકારે આમ અનુકૂળ એવું જે કાંઈ એને (લાગે છે, તેણે સંયોગમાં વિસામો લીધો કે આ ઠીક છે ! થઈ રહ્યું...! એનો ત્યાં કાળ ગયો.
આ ક્ષેત્ર મને ઠીક છે, ભાવનગર જેવું એકેય નહિ. બીજે ક્યાંય ફાવે નહિ. ભાવનગરમાંય તે જે શેરીમાં અને જે Areaમાં રહેતો હોય ત્યાં જ ફાવે અને બીજે ફાવે નહિ. આ પરિસ્થિતિ થઈ જાય છે. ઘર બદલાય તો ફાવે નહિ. ઘરે ખાટલો બદલાય અને Room બદલાય તોય ફાવે નહિ, ઠીક ! ઊંઘ આવે નહિ ! આ બધી અનેક પ્રકારે કુટેવ થઈ ગઈ હોય