SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ * * * - - - ૧૧૦ [પરમાગમસાર-૨૧૬] છે ને જીવને ! એણે જે બધું ગોઠવ્યું છે એના ચણતરમાંથી એક ઈંટ આવી. પાછી થાય, એક ખીલી આઘીપાછી થાય (તો) એનો આખો આત્મા આઘોપાછો થઈ જાય છે !! (અહીંયા) કહે છે કે એ બધાં એણે વિસામા કરી નાખ્યાં છે. સલવાઈ ગયો ! આખેઆખો એમાં સલવાઈ ગયો, એમ કહે છે. એમાં એ સલવાઈ ગયો છે ! - મુમુક્ષુની એવી તેયારી હોવી જોઈએ કે કોઈપણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં, મને ન ચાલે અને મને ન ફાવે એ પ્રશ્ન જ ન હોઈ શકે. આ જ જોઈએ અને આના વિના ચાલે નહિ, એ પ્રશ્ન એને ખલાસ થઈ જવો જોઈએ. નહિતર એની ફસામણ છે, એ જે સલવાઈ ગયો છે ત્યાંથી નીકળવું મુશ્કેલ છે, આમ છે.. એમાં એને શું થયું ? (કે) આ તો બધું સામાન્ય (છે), આવું તો થાય જ ને ! આપણે ક્યાં વીતરાગ થઈ ગયા છીએ ? હજી આપણે ઘરબારી, સંસારી, ગૃહસ્થ છીએ, ફલાણું છીએ. આટલું તો હોય જ, એમ માનીને બચાવ કરવા જેવો નથી, એમ કહે છે. કેમકે એમાં આ તારો આખો આત્મા ઠગાઈ ગયો છે. તેં તને પોતાને એમાં ઠગી લીધો છે. કેટલો છેતરાઈ ગયો છે ? કે તારું સમ્યક્દર્શન અને કેવળજ્ઞાન એમાં ચોરાઈ જાય છે ! ઠગાઈ જાય છે એટલે ચોરાઈ જાય છે. જો સમ્યફદર્શન ન થાય તો કેવળજ્ઞાન ન થાય. નુકસાન તો કેવળજ્ઞાન પર્યતનું છે ! એમ છે ખરેખર તો સામાન્ય નુકસાન નથી. એટલે આમ ન ફાવે અને આનાથી ન ફાવે અને આ સંયોગ જોઈએ અને આ ક્ષેત્રો જોઈએ અને મને આવો રાગ ન ફાવે અને મને તો આવો રાગ કરવો જોઈએ - એ કાંઈ પ્રશ્ન એને હોવો જોઈએ નહિ, આમ છે. | ક્યારે પરિણામ બધેથી સમેટીને એ આત્મામાં લાવી શકે કે આવી શકે ? કે આ રીતે એણે ક્યાંય વિસામો ન કર્યો હોય તો. પણ જો એણે વિસામા કરી લીધાં હોય કે આ ઘર અને આ કુટુંબ અને આ રાગ અને આ સંયોગ અને આ ક્ષેત્ર અને આ ગામ અને આ લતો અને આ Room ! કહે છે કે એમાં એનો વિસામો છે (તો) એનો આખો આત્મા ઠગાઈ ગયો છે ! એનું આત્મહિત ત્યાં ચોરાઈ જાય છે અને લૂંટાઈ જાય છે એનો એને ખ્યાલ રહેતો નથી !!
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy