________________
૧૬૨
[પરમાગમસા૨-૨૪૦]
તો સારા નથી. એમાં ન્યાય તોળવાની જરૂર છે નહિ. એ વિવાદાસ્પદ વિષય જ નથી. એવા જે કાર્યો કરનારા છે એને પણ અંદરમાંથી Conscious bite કરે છે એમ ચાલુ ભાષામાં નથી કહેતાં ? એટલે નિર્દોષ પરમાત્મા એનો પ્રતિકાર કરે છે. છતાં પણ એની સામે આંખ મીંચીને, એને અવગણીને આત્માને અવગણીને એ પ્રકારે જે સંસારના કાર્યોમાં ધસે છે (તેને) કહે છે (કે) મરવાનો કાળ છે ! જીવને જન્મ-મરણનું એ કારણ છે, પરિભ્રમણનું કારણ છે. દૃષ્ટાંત ઉત્કૃષ્ટ લીધો છે.
રળવાનો કાળ છે તે મરવાનો કાળ છે. આ તો કમાવાનો કાળ છે. બીજી કમાણી કરવાનો કાળ છે. મનુષ્યભવ પ્રાપ્ત થયો એ તો કમાવાનો કાળ છે. આત્માના આનંદને કમાવાનો કાળ છે. એને ચૂકીશ નહિ. આમ (વાત) છે.
જેમ સામાન્ય રીતે (લોકોમાં) એક લોકોક્તિ થઈ ગઈ છે કે ભાઈ ! આ કમાવાની મોસમ છે. ૨ળવાની આ મોસમ છે અને અત્યારે તો ખાવું, પીવું, આરામ અને બીજાં વ્યવહારનાં કાર્યો ગૌણ કરીને બરાબર કમાવાની મહેનતમાં લાગી જવું જોઈએ. પછી જે કરવું હશે તે કરીશું પણ એકવાર કમાઈ લ્યો. એવી જે પોતાના સુખની, અનુકૂળતા અને લાભની વૃત્તિ પાછળ એકવાર વર્તમાન પ્રતિકૂળતાઓને ગૌણ કરીને એ લાભ મેળવવા માટે જીવ તત્પર થાય છે, પ્રયત્નવંત થાય છે.
એનાં કરતાં પણ વિશેષ આ વાત થોડી એવી છે કે જે કોઈ જીવને પોતાની બુદ્ધિમાં આ વાત તોળાણી હોય, એની તુલના થઈ હોય કે અનંત સંસાર મટવાનું આ કારણ છે, સાદિ અનંત અનંત સમાધિ સુખમાં રહેવાનું આ કારણ છે, સર્વ કાળનાં દુઃખ મટવાનું અને સર્વકાળ પર્યંત સુખ રળવાનું આ એક મૂળ કારણ છે, એની કિંમત કરી હોય; એ ઉ૫૨ ૨૩૮માં આવી ગયું ને જેની કિંમત કરી હશે એ નહિ છૂટે; - એવી જો એણે વિચારની ભૂમિકામાં કિંમત કરી હશે તો એ એમ વિચારે છે કે પહેલાં ગમે તેમ કરીને એકવાર આત્મજ્ઞાન તો કરી લઉં. જન્મ-મરણનો નાશ થાય અને જન્મમરણનો છેદ થાય એવા માર્ગમાં પ્રવેશ તો હું કરી જ લઉં. હું માર્ગની બહાર છું. તો માર્ગમાં તો પ્રવેશ કરી જ લઉં. આગળની વાત તો વિશેષ વિશેષ પછી પૂર્ણ થવા સુધીની કરવાની ભલે બાકી છે એ ખ્યાલમાં છે