________________
૨૦૪
પરમાગમ સાર-૨૪૮] ફેર પડતો નથી. આ કલ્પનામાત્રથી મારાપણું સેવીને માત્ર દુઃખ-સુખ વેદવામાં આવે છે, પણ અંદરમાં સુખના કાળે કાંઈ આવતું નથી ને દુઃખના કાળે કાંઈ જતું નથી. એમ પ્રત્યેક ઉદયના કાળમાં પોતાને જોવે અને તપાસે તો પોતાની ભિન્નતા ભાસે અને પ્રતીતિ થવાનો અવસર આવે. ભિન્નતા ભાસે તો પ્રતીતિ થવાનો અવસર આવે. એ એક અપૂર્વ કાર્ય છે ! આ પ્રકારની અંતર અવલોકનની પદ્ધતિથી વારંવારની Practice (અભ્યાસથી) વિચારથી નહિ (પણ) વારંવારની અવલોકનની Practice થી ભિન્નતાનો અભ્યાસ - ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ.
આપણે ભેદજ્ઞાન કરવાની અનેકવાર ચર્ચા ચાલે છે એમાં આ એક ખાસ પદ્ધતિનો વિષય છે. નહિતર એ પ્રશ્ન થાય એવું છે કે ભેદજ્ઞાન કરવા યોગ્ય છે, સર્વ સાધકો ભેદ જ્ઞાન કરે છે, ભેદજ્ઞાનથી અનુભવ થાય છે, ભેદજ્ઞાનથી મોક્ષમાર્ગમાં વિકાસ થાય છે, પૂર્ણતા થાય છે . પણ ભેદજ્ઞાન શરૂ કેવી રીતે કરવું ? આ પ્રશ્ન ઊભો થાય છે. અમારે ભેદજ્ઞાન કરવું છે પણ થતું નથી.
એને એમ કહે છે કે જો ! તારા ઉદયના પ્રસંગે તું જો ! તારામાં શું આવ્યું ? આ ઉનાળો છે, તરસ લાગે ત્યારે ઠંડું પાણી પીવાની માણસ ઇચ્છા કરે છે. ન મળે તો ભલે પછી જે મળે તે પી લ્ય. કેમકે આખરમાં તો શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે છે ત્યારે સોસ પડે છે. આ શરીર પુદ્ગલનો પિંડ છે - એમાં કેટલાક પ્રવાહી ભાગ છે, કેટલોક વાયુનો ભાગ છે, કેટલોક ઘનનો ભાગ છે. ઘન, પ્રવાહી ને વાયુ . એમ ત્રણ પ્રકારે જડ પુદ્ગલ .પરમાણુઓની Physical position છે. એને Physical position કહે છે. એમાં
જ્યારે પાણીનું પ્રમાણ ઘટે છે ત્યારે પાણી બહાર જાય છે. પસીના વાટે, પેશાબ વગેરે વાટે પાણી ઓછું થાય છે ત્યારે સોસ પડે છે. એટલે નવું પાણી પીવાની ઇચ્છા થાય છે. ઉનાળામાં વિશેષ બને છે. કેમકે પસીનો વગેરે વધારે થાય. તો ઠંડું પાણી ઘટક...ઘટક..ઘટક.. પીધું તરસ લાગી હોય ને ઘટક...ઘટક... ઠંડું પાણી પીએ છે ત્યારે હાશ તરસ મટી, (એમ) કહે છે. (હવે કહે છે કે એ હાશ કર્યું, પણ તારી પર્યાયમાં શું આવ્યું તે તો જો !
એક પાણી પીવાની સાધારણ ક્રિયામાં પણ પાણીના પુદ્ગલો સાથે તે