________________
જન
કહાન રત્ન સરિતા
૧૪૯ અર્થ જ ઓળખાણ સાથે સંબંધ ધરાવે છે.
દેવ-ગુરુ-શાસ્ત્રની તેં ભક્તિ કરી તો ઓળખાણ પૂર્વક કરી કે નહિ ? એટલો સવાલ છે. એમ તો સમોસરણમાં નથી ગયો ? જ્ઞાનીઓનો સત્ સમાગમ નથી પ્રાપ્ત થયો ? જો તીર્થકરના સમોસરણમાં તીર્થકરનો સત્ સમાગમ અનંતવાર થયો હોય તો જ્ઞાનીઓનો સમાગમ તો તેથી પણ અનંતવાર થયો છે. બરાબર ? છતાં એ નહિ થવા બરાબર છે. ઓળખાણ થઈ નથી તેથી, કિંમત થઈ નથી તેથી, બસ ! આમ વાત છે.
પ્રશ્ન :- આત્માની કિંમત કેવી રીતે કરવી ?
સમાધાન :- આત્માની ઓળખાણ જ્ઞાન લક્ષણથી થાય છે. જ્ઞાનસ્વભાવી આત્મા જ્ઞાન લક્ષણ દ્વારા ઓળખાય છે. ઓળખાણ કરવી એટલે સ્વભાવને ઓળખવો. જેમકે તમારી ઓળખાણ કરવી હોય તો તમારો સ્વભાવ કેવો છે ? એની મને ખબર હોય તો મને તમારી ઓળખાણ છે એમ હું કહી શકું. (આ) ફલાણા ભાઈ ! (છે). તો કહે કે ઓળખું છું, એટલે કે કેવા છે એની મને ખબર છે. એમ તેનો અર્થ છે. - અથવા તો જેની સાથે કામ પાડવું છે, કામ કરવું છે એના સ્વભાવની ઓળખાણ હોય તો એને અનુકૂળ એ વર્તે છે. બહારમાં એવા પ્રસંગો બને છે કે કોઈ પ્રધાન હોય, કોઈ મોટી Government authority હોય જેની પાસે ઘણાં અધિકાર હોય. એવા એના અધિકારની રૂએ એની પાસેથી કામ લેવું હોય અને એ સંબંધમાં એની સાથે વાતચીત કરવી હોય, કોઈ ગંભીર સમસ્યા હલ થવાનો પ્રસંગ હોય, ટૂંકમાં મહત્ત્વનું કાર્ય હોય તો વિચક્ષણ માણસો એની પાસે વાત કરવા જતાં પહેલાં એની નીચેનાં માણસોને મળે છે કે સાહેબને આ કામ માટે મળવું છે અને વાત કરવી છે તો ભૂલથી પણ અયોગ્ય પ્રકારે વાતની રજૂઆત ન થઈ જાય એના માટે થોડુંક જાણવું છે. તો એ કહે કે તમારે આમ વાત કરવી. (આપણે કહીએ કે એમ નહીં. થોડોક એમનો સ્વભાવ કેવો છે એમ કહેશો ? એમની Liking - Disliking શું છે એ કહેશો ? બીજી વાત કરતાં-કરતાં ભૂલથી પણ એને ન ગમતું હોય એવું બોલી ન જવાય. એમની પ્રકૃર્તિ કેવી છે એ કહેશો ? અનેક પ્રકારે એની યોગ્યતા કેવી છે એની ઓળખાણ કરવાની પહેલાં મહેનત કરીએ છીએ અને પછી જો એની સાથે એ પ્રસંગ પાડે છે તો એનાથી