________________
૧૪૮
[પરમાગમસાર-૨૩૮]
નિજ પરમાત્મદ્રવ્યની વાત છે. બહારમાં બીજાં પરમાત્માની કિંમત પણ ત્યારે જ થાય છે ને ! ત્યાં સુધી તો બીજાં પરમાત્માની કિંમત (પણ યથાર્થ પ્રકારે થતી નથી). જે પરમાત્મદશાને પ્રાપ્ત છે એના પ્રત્યે એને બહુમાન ક્યારે આવશે ? કે વીતરાગતાની ઓળખાણ થશે ત્યારે. નહિતર તો કુળ પદ્ધતિએ અને કુળ પરંપરા પ્રમાણે તો સો પોત-પોતાના ઇષ્ટદેવને પરમાત્મા માને જ છે. મુસલમાનો ખુદાને માને છે. એના પરિણામમાં ને આ પરિણામમાં શું ફેર પડ્યો ? કહે છે, કાંઈ ફેર નથી. ઓળખ્યાં વગર તો સૌ એમ જ કરે છે. એ તો ઉદયભાવ થઈ ગયો. પૂર્વકર્મનો ઉદય હતો એ પ્રકારે એણે માની લીધું.
એમાં એણે વર્તમાન જ્ઞાનબળ અને પુરુષાર્થબળનો ઉપયોગ નથી કર્યો. વિવેક નથી કર્યો કે આ વીતરાગતા એ મારા આત્મ દ્રવ્ય મારા સ્વરૂપ સાથે સંબંધ ધરાવનારું તત્ત્વ છે. મારું પરિપૂર્ણ જે વીતરાગ સ્વરૂપ (છે) એ સ્વરૂપને ઓળખતાં, પ૨માત્મસ્વરૂપ (પણ) પૂર્ણ છે એનું જ્ઞાન થાય છે. ખરેખર તો આમ છે.
મુમુક્ષુ :- કાલે ગુરુદેવશ્રીના પ્રવચનમાં યોગસારની એ જ ગાથા હતી. પૂજ્ય ભાઈશ્રી :- હા, પરમાગમમાં તો ગાથાએ ગાથાએ વીતરાગતા જ તાત્પર્ય છે. શબ્દે-શબ્દ, ગાથાએ ગાથાએ શાસ્ત્ર તાત્પર્ય પણ તે અને સૂત્ર તાત્પર્ય પણ તે જ છે. એક વીતરાગતા જ પ્રત્યેક સૂત્રનું તાત્પર્ય છે અને એક વીતરાગતા જ પ્રત્યેક શાસ્ત્રનું તાત્પર્ય છે, આ સિવાય બીજું તાત્પર્ય નથી. ચારે અનુયોગના ચાર તાત્પર્ય નથી. ચાર અનુયોગનું એક જ તાત્પર્ય
છે.
પ્રશ્ન :- દેવ, શાસ્ત્ર, ગુરુની ભક્તિ કરીએ તો એ પણ એમ જ કરીએ છીએ ?
સમાધાન :- સવાલ એ છે કે (ભક્તિ) ઓળખાણ એટલે કિંમત પૂર્વક કરી છે કે ઓઘે ઓઘે ? મુદ્દો અહીંયા કિંમત કરવાનો છે. કિંમત ઓળખાણ પૂર્વક થાય છે હીરા-માણેક—મોતીની કિંમત ઓળખાણથી થાય છે ને ! આ ચોખા બધાં ચોખા જેવાં લાગે છે પણ ઓળખાણ ઉપર એનો ભાવ છે કે
નહિ ? દરેક વિષયમાં - કાપડ છે, ચા છે, ચોખા છે, હીરા - સાચા-ખોટા, હલકા-ભારે બધું છે કે નહિ ? ઓળખાણ ઉપર કિંમત છે કે નહિ ? કિંમતનો