________________
૧૫૦
[પરમાગમસા૨-૨૩૮]
પ્રતિકૂળ જવાનું ન બને, જાણે અજાણ્યે (પણ) ! એમ છે કે નહિ ? એમ વગર પરિચયે, એ તો ઓળખાણ કરવાની હોશિયારી છે. લોકિક કાર્યોમાં જગતના વિચક્ષણ જીવો પાસે - કહેવાતા વિચક્ષણ જીવો પાસે (આવી હોશિયારી હોય છે કે) વગર પરિચયે ઓળખાણ કરવા માટે એ પ્રયત્ન કરે છે અને ઓળખાણ કરવાની કોશિશ કરે છે અને એની અંદર પણ કેટલીક સફળતા મેળવે છે.
અહીંયા તો આ આત્મા પોતે પ્રત્યક્ષ હાજરા-હજૂર છે. ‘આત્મા છે, આત્મા પ્રત્યક્ષ છે, અત્યંત પ્રત્યક્ષ છે, કેમકે સ્વસંવેદન અનુભવ ગોચર થાય છે.' શ્રીમદ્જીના (આ) શબ્દો છે. એટલે જ્ઞાનવેદન દ્વારા, જ્ઞાન આ ઘટપટ આદિને જાણે છે એ દ્વારા નહિ પણ જ્ઞાનવેદન દ્વારા જ્ઞાનસ્વભાવી આત્માની ઓળખાણ કરવી જોઈએ. આ ઓળખાણ કરવી જોઈએ (કેમકે) ઓળખાણ થતાં કિંમત થશે અને કિંમત કરી હશે તો તે નહિ છૂટે. આમ કહેવું છે. આ આખો સંસ્કારનો વિષય થઈ ગયો.
જો તેં આત્માની કિંમત કરી હશે તો તે નહિ છૂટે. ક્યાં સુધી નહિ છૂટે ? કે મરણ પર્યંતનાં પ્રતિકૂળ સંયોગો ઉત્પન્ન થશે તોપણ તને આત્માની કિંમત નહિ છૂટે, કેમકે પરિણામનો આ નિયમ છે. કહેનાર જ્ઞાનીઓએ અનુભવથી આ વાત કરી છે કે, પરિણામનો આ નિયમ છે કે જીવ જેની કિંમત કરે છે, (જેના) પ્રત્યે એ કિંમત કરી છે એ છૂટતી નથી - એવા પરિણામ રહે છે, એવા પરિણામ થયાં કરે છે. જેની કિંમત આપી હોય એનાં પરિણામ રહ્યાં કરે છે.
અત્યારે પણ અનુભવથી જોવે નહીં ! આ અનુભવની વાત છે તો અનુભવથી અત્યારે તપાસ કરે. અત્યારે જે પરિણામ ચાલે છે એ પરિણામ જે (કોઈ) વિષયના ચાલે છે તે તે વિષયની કિંમત આપતાં ચાલે છે કે વગર કિંમતે ચાલે છે ? જ્યાં કિંમત આપી છે ત્યાં પરિણામ ચાલે છે. તપાસ તારા અનુભવને ! એમ કહે છે. જ્ઞાની કહે છે (કે) અમે એમ કહીએ છીએ કે મરણ થવાં છતાં એમ થશે ! તું પરિણામને છોડી નહિ શકે. મૃત્યુને પ્રસંદ કરીશ ! છતાં પણ તેં જેને કિંમત આપી છે એ કિંમત તારી નહિ છૂટે. (લોકો) આપઘાત કરે છે ! પણ જેની કિંમત આપી છે એ વાત છોડવી નથી. આમ છે. ચારે કષાયમાં આપઘાત કરે છે. લોભને વશ પણ જીવ