________________
કહાન રત્ન સરિતા
૧૫૧
આપઘાત કરે, માનને વશ પણ કરે, ક્રોધને વશ પણ કરે અને માયાને વશ પણ કરે.
ક્રોધ-માન-માયા-લોભની - ચારેય કષાયની ચોકડી છે. એના પણ ચાર પ્રકારના દરજ્જા છે. ચાર જાતના કષાયના ચાર દરજ્જા છે. અનંતાનુબંધી, પ્રત્યાખ્યાનાવરણીય, અપ્રત્યાખ્યાનાવરણીય અને સંજ્વલન એ તમામ પ્રકારમાં જે અનંતાનુબંધીનો પ્રકાર છે એ સૌથી ભયંકર છે !! એ જીવને અનંતકાળ રખડાવે છે અને એનું નિવારણ કરવાનું) કોઈ અંદરનું રહસ્ય હોય તો તે ગુરુદેવશ્રી અહીંયા પ્રકાશે છે !!
–
એ અનંતાનુબંધીનો આધાર અથવા એનું સૂત્ર; પરિણામ તો માળાના મણકા જેવા છે પણ સળંગ સૂત્ર શું છે એ માળાનું ? કે કિંમત આપવી એ છે. તેં કિંમત ક્યાં આપી છે ? એના ઉપર આખા પરિણામનો દોર છે. પરિણામ સૂત્ર કહો કે પરિણામનો દોર કહો - એ કિંમત આપવા ઉપર છે. મૂલ્યાંકન ઉપર બધાં જ પરિણામનો આધાર છે. એટલે એકવાર પણ તું તારા નિજ સ્વરૂપની ઓળખાણ મરીને પણ કર । ચમવિ मृत्वा તત્ત્વોહી સન્ (સમયસાર કળશ-૨૩). સ્વ દ્રવ્યનો સ્વ તત્ત્વનું કુતૂહલ જગાવીને એટલે કે અપૂર્વ જિજ્ઞાસા જગાવીને સ્વ દ્રવ્યની ઓળખાણ કરે. તને કિંમત આવશે એ કિંમત તારી નહીં છૂટે. મરણ થવા છતાં તારી એ કિંમત નહીં છૂટે ! કદાચ, બહારમાં પ્રતિકૂળતા આવશે, રોગનો ઉપદ્રવ થશે, આયુષ્ય પૂરો થવાનો કાળ આવશે પણ તારી આપેલી કિંમત છૂટશે નહીં. એ સંસ્કારનો વિષય થઈ ગયો.
-
-
.
પ્રશ્ન :- જ્ઞાનનું વેદન કેમ પકડવું ?
સમાધાન :- વાત કંઈક એવી છે જરાક, (એ) જલ્દી પકડાય એવી નથી. (કેમકે) તિરોભૂત થયેલો ભાવ છે, જ્ઞાનવેદન છે એ તિરોભૂત થયેલો ભાવ છે એટલે જલદી પકડવામાં આવતો નથી. એનું કારણ એક એ પણ છે કે એ પકડવા જેટલી તૈયારી નથી થઈ. બહુભાગ નહિ પકડાવાનું કારણ એ છે કે એ પકડવા જેટલી જીવની તૈયારી નથી. તૈયા૨ી નથી એટલે શું?
આ વિચારવા જેવું છે. એને જે સ્વકાર્ય કરવાની ભાવના, તમન્ના, લગની અને ધગશ જોઈએ (તે નથી). એવી જે તૈયારી, એવી જે એની જરૂરિયાત કે, ચાલશે નહિ મને, મને નહીં ચાલે, કોઈપણ ભોગે નહીં ચાલે એવી