SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ [પરમાગમસાર-૨૩૮] તૈયારીમાં જે હળવાશ થાય છે ત્યારે જ્ઞાન પોતાના વેદનને સમજવા, ઓળખવા . પકડવા જેટલું તૈયાર થાય છે. એ ભૂમિકાની નિર્મળતા છે, આ ભૂમિકાની નિર્મળતા છે. આ એક વિચિત્ર પ્રશ્ન છે કે ઓળખવું છે જ્ઞાનને (એટલે કે ઓળખે છે જ્ઞાન) ઓળખાવવું છે પણ જ્ઞાનને જ ! જ્ઞાનને કોને ઓળખવું છે ? જ્ઞાન લક્ષણરૂપ જ્ઞાનને ઓળખવું છે. જ્ઞાન એમ જિજ્ઞાસા કરે કે મારે જ્ઞાનને ઓળખવું છે ? એ કેવી વિચિત્ર વાત છે ? તમારા ઘરમાં ઊભા રહીને તમે એમ ગોતો કે મારું ઘર ક્યાં છે ? બિનુભવ પ્રકાશમાં આવતું) પેલા ચાંપાનું દૃષ્ટાંત તો હજી જુદું છે. મને તો બીજી વાત એમાંથી બેસે છે કે, ચાંપો તો બહાર ચાલ્યો ગયો હતો ત્યાં તો ઉપયોગમાં પોતે ભૂલો પડ્યો હતો એમ દષ્ટાંતથી અંદર similarity છે . સરખાપણું લેવું છે અને પછી એના ઘરની નજીક આવ્યો તોપણ એને ખબર ન પડી કે મારું ઘર આવ્યું છે. એટલો ખ્યાલ આવ્યો કે આ મારું ઘર આવ્યું છે, પણ આમાં ચાંપો ક્યાં છે ? એટલે ત્યાં એમ લીધું કે એક તો જીવ ભવભ્રમણમાં બહારના પદાર્થોમાં - અન્ય દ્રવ્ય-ભાવમાં બહુ ભટક્યો. વીતરાગ દેવ-ગુરુ-શાસ્ત્ર પાસે આવ્યો એટલે ઘર પાસે આવ્યો. આત્મા બતાવનારાઓ પાસે આવ્યો. વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર એટલે આત્મા બતાવનારાઓ. એની પાસે આવ્યો - ઘર પાસે તોપણ હજી એમ પૂછે છે કે ચાંપો ક્યાં આમાં ? એટલે હું ક્યાં ? એમ પૂછે છે. (અહીંયા તો) જ્ઞાનમાં એમ જાણવું છે કે જ્ઞાન કેવું ? જ્ઞાનમાં જ્ઞાન વેદનને જાણવું છે. એ કેવો પ્રશ્ન છે ? ઘણો વિચિત્ર પ્રશ્ન છે. જોકે વિચિત્રતા એની થઈ ગઈ છે એ જ્ઞાન દશાની (જ્ઞાનની પર્યાયની વિચિત્ર એટલે ઘણી ઊંધી પરિસ્થિતિ થઈ ગઈ છે કે અરેરે...! જ્ઞાન જ્ઞાન માટે પૂછે છે ! કે જ્ઞાન વેદન કેવું? કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે તો કહે છે કે કેમ થઈ ગઈ છે ? કે એણે અન્ય પદાર્થની ને અન્ય પદાર્થોમાંથી સુખ પ્રાપ્તિની, અનુકૂળતાઓમાંથી સુખ પ્રાપ્તિની એટલી હદે ભાવના ભાવી છે... એટલી હદે એણે દોડ દોડી છે કે એની પાછળ એને જ્ઞાન તે શું ? ને જ્ઞાનમાં જ્ઞાન વેદન તે શું ? ને વેદનમાં સ્વભાવનું પ્રસિદ્ધત્વ શું ? એ વિષ્ણુથી એ બહુ અજાણ્યો થઈ ગયો છે. એ પરિસ્થિતિ ઊભી થઈ છે.
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy