________________
૧૮૪
પિરમાગમસાર-૨૪૩] એને ખ્યાલ આવે કે હવે મુદત લાંબી નથી, ત્યારે તો છાતીના પાટિયા પહેલેથી ભીંસાવા લાગે ! છે કે નહિ આ ? ન કહે છે કે, ભાઈ ! આ એક એવો માર્ગ છે . આ એક એવો ઉપાય છે કે મૃત્યુ સામે દેખાય તોપણ તું હસતાં-હસતાં એ પ્રસંગને વધાવી લે, એવી શાંતિ તું જાળવી શકે, એવો આ વિષય છે !! એવો આ જબરજસ્ત વિષય છે !! એની કિંમત બીજી કોઈ રીતે થઈ શકે નહિ. જેના ખ્યાલ માત્રથી અને જેના સાંભળવા માત્રથી જીવ દુઃખી દુઃખી થાય અને એ વિચારથી પણ દૂર થવા ચાહે તો એ પ્રસંગની નજીક જવા કોણ ચાહે ? કોઈ ચાહે નહિ. એનો ઉપાય પણ મહાપુરુષોએ બતાવ્યો છે ! એટલે એની કિંમત બહુ મોટી છે !એની કિંમત મોટી છે એનું કારણ એ છે કે, આવા અનિવાર્ય પ્રસંગોમાં પણ દુઃખ સાથે નહિ પણ સુખ સાથે એમાંથી પસાર થઈ શકાય, એવી પરિસ્થિતિ થઈ શકવા યોગ્ય છે ! એટલે એનો ઉપાય આમાં રહેલો છે.
દેહ તો તને છોડશે જ, શરીર તો એક કાળે જરૂર છૂટવાનું છે અને એના ચિહ્નો જેમ જેમ સમય જાય છે તેમ તેમ બહાર આવતાં જાય છે. આવે કે નહિ ? ચાલીસ-પિસ્તાળીસ ને પચાસ થાય એટલે વાળ એનો રંગ બદલવા લાગે. કોઈને તો નાની ઉંમરથી થાય છે પણ ચાલીસ, પિસ્તાળીસ, પચાસ વટાવે એટલે શરૂઆત થઈ જાય છે. ત્યાર પછી શરીરના ફેરફારો, રસાયણ, ભસ્મો ખાતાં હોય એને પણ શરૂ થઈ જાય છે. સોનું ખાતાં હોય, લ્યો ! સોનાની ભસ્મ હોય છે ને ? ચાંદીની ભસ્મ, પરવાળાની ભસ્મ, સોનાની ભસ્મ, સહસ્ત્રકૂટી અબરખ ભસ્મ (ખાય તોપણ) શરીરના ફેરફારો, શરીરમાં શિથિલતા થવી, ચામડી ઉપર કરચલી આવવી . એ આવ્યા વિના રહી શકશે નહિ. એ બધાં signal છે ! જીવ મૃત્યુની નજીક જઈ રહ્યો છે, એના એ બધાં signal છે. ગાડી આવે છે, ચેત ! તારે ચેતવું હોય તો ચેતી જા !! અહીંયા એ વિષય છે. આ દેહ તો તને છોડશે જ.' તારે ભલે શરીર ન છોડવું હોય, તને એમ થાય કે, હું આ શરીરમાં કાયમ રહું” અને બધાં પ્રાણીની એવી જ ઇચ્છા હોય છે. પછી વિષ્ટાનો કીડો થાય તોપણ એ શરીર છોડવા માગતો નથી ! ત્યાંથી માંડીને રાજા-મહારાજા, શ્રીમતથી માંડીને કોઈપણ અવસ્થામાં કોઈને