SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ દેહ તો તને છોડશે જ પણ તું દેહને (દષ્ટિમાં) છોડ એની બલિહારી છે. આ તો શૂરવીરના ખેલ છે. ર૪૩. ••••••• પ્રવચન-૨૦ તા. ૧૦-૫-૧૯૮૩ પરમાગમસાર) ૨૪૩ નંબરનો બોલ) છે એ પણ આ વિષયને અનુરૂપ જ છે. ચાલુ વિષયની સાથે સુસંગત વિષય છે. દેહ તો તને છોડશે જ..” સંયોગમાં એક દેહનો પણ સંયોગ છે. એટલે એ વિષય એની અંદર સંકલિત છે. દેહ તો તને છોડશે જ પણ તું દેહને (દષ્ટિમાં, છોડ એની બલિહારી છે.. આ તો શૂરવીરના ખેલ છે.” આમ લખ્યું છે. ટુંકી વાત લખી છે, લખાણમાં વાત ટૂંકી આવી છે પણ વિષય છે એ ઘણો ગંભીર છે !! સામાન્ય રીતે માણસ મૃત્યુનો વિચાર કરવા પણ તૈયાર નથી ! આ જગતમાં કોઈ માણસ મૃત્યુને સંભારવા તૈયાર નથી ! સંભારવા તૈયાર નથી, એવો એ બહુ દુઃખદાયક વિષય છે. સર્વ જીવોને દેહનો ત્યાગ - દેહનું છોડવું, ભલે તે અનિવાર્ય છે એમ જાણે છે, તોપણ એને એ સંભારવા પણ તૈયાર નથી. એમાં જો કોઈ કેન્સર જેવો મોટો રોગ આવ્યો હોય અને * * . . જયા ,
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy