SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ [પરમાગમસાર-૨૪૨] કરવા યોગ્ય છે. એટલી વાત છે. મુમુક્ષુ - સંયોગ અને વિયોગ બન્ને વખતે તમે તો અલૌકિક સુખ આપ્યું !! - પૂજ્ય ભાઈશ્રી - સંયોગ વખતે પણ આ કૃત્રિમ સુખનો ભોગ લેવાશે એનું શું? આ સવાલ થાય છે. કેમકે એ (આત્મિક) શાંતિ અને એ સુખનો ખ્યાલ નથી, સમજણ નથી - તેથી એને એમ થાય કે આ સુખ કેમ મૂકી દેવું ? અત્યારે જે સુખ ભોગવાય છે એ સુખ કેમ છોડી દેવું ? (તો કહે છે કે, ભાઈ ! એ સુખના મૂળમાં દુઃખ રહેલું છે. પશ્ચાતું દુઃખ તે સુખ નહિ.' (અર્થાતુ) જેની પાછળ દુ:ખ ઊભું હોય એને સુખ કહી શકાય નહિ. અથવા એ સાચું સુખ નથી. તેથી સંયોગના કાળે કૃત્રિમ સુખને નહિ ભોગવતાં આત્મિક સુખને ભોગવવાનો માર્ગ અને ઉપાય પ્રાપ્ત કરવો જોઈએ . મેળવવો જોઈએ.. પ્રશ્ન :- કોઈ એમ કહે કે, આજનું આજ કરી લે, કાલ કોણે દીઠી છે? સમાધાન - બરાબર છે, પણ કાલે તું છો કે નહિ ? (બહારમાં પણ) કાલની વ્યવસ્થા જીવ વિચારે છે. પચ્ચીસ-પચાસ વર્ષનું આયુષ્ય છે (તો) પણ દીકરાનો વિચાર કરે છે ને દીકરાના દીકરા અને એના દીકરાનો પણ વિચાર કરે છે ! મકાન બાંધું તો બસો-પાંચસો વર્ષ સુધી એ હલે નહિ એવો પાયો નાખું ! પાયો નાખું એમ નહિ (પણ) એની એક ઈંટ હલવી જોઈએ નહિ !! અભિપ્રાય આમ છે, હોં ! થાય પછી કાલે ગમે તે ! પણ અભિપ્રાય તો આવો પડ્યો છે કે નહિ ? એનો અર્થ શું છે ? કે એ કાલનો વિચાર કરે છે. પણ અજ્ઞાનને કારણે એ પોતાની જાતનો વિચાર કરતો નથી. સંયોગોનો જેટલો એ વિચાર કરે છે એટલો એ જીવ પોતાની જાતનો વિચાર કરતો નથી ! એટલે એને જ્ઞાનીઓએ એનામાં બુદ્ધિ અને જ્ઞાન હોવા છતાં એને “અજ્ઞાન' એવું નામ આપ્યું. છે તો એ પણ એક જાતનું જ્ઞાન, પણ વિપરીત જ્ઞાનને - ઊંધાં જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવ્યું છે. એ ૨૪૨ નંબરનો બોલ થયો.
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy