SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ કહાન રત્ન સરિતા ત્યારે એનું દુઃખ છે. એનું કારણ શું છે ? આ તો રોજિંદા જીવનનો વિષય છે કે નહિ ? કે, એ સંયોગના કાળે પૈસાના વિયોગનો ખ્યાલ છે. અને Equal amount છે . જો એને પૈસાની Term માં વિચારવામાં આવે તો એની Amount સરખી છે. 1 એમ અહીંયા જે અનુકૂળતાનો સંયોગ થાય છે, એના પુણ્યના પરિણામ તે પહેલાં ખચ્ય છે. એ પુણ્ય બાંધ્યું છે ને ? એ એની કમાણી છે. એટલે એ જે માલ આવ્યો છે એ કાંઈ મફત આવ્યો નથી. એમ છે. અને માલ જાય છે ત્યારે પણ એ મફત ગયો નથી. એણે એ અંગેના એના પરિણામ પહેલેથી જ નિશ્ચિતપણે બાંધ્યાં છે. એટલે કે સંયોગ ને વિયોગ થાય એવાં જ પ્રકારનાં એ પુણ્યના મર્યાદિત પરિણામ હતાં. એટલે એમાં કોઈ હરખશોકનો પ્રસંગ નથી, હરખ-શોકનું કોઈ કારણ નથી. એમ આગળ . પાછળના વસ્તુ વિષયક વિજ્ઞાનના જેટલાં પાસા છે એ વિચારીને જો જીવન જીવવામાં આવે તો રોજિંદા જીવનમાં પણ નહિ ધારેલી શાંતિ રહી શકે છે ! અને અનેક પ્રકારની ઉપાધિઓનું જે દુઃખ છે એ દુઃખથી મુક્ત રહી શકાય છે). સંયોગ–વિયોગના કાળમાં પણ એ ઉપાધિના દુઃખથી મુક્ત રહી શકાય છે. ખરેખર તો ધર્મ એ રૂઢિ અને રિવાજનો વિષય નથી, અંધશ્રદ્ધાનો એ વિષય નથી પણ શાંતિથી જીવન કેમ જીવી શકાય, એનું એ વિજ્ઞાન છે અને સુખની પ્રાપ્તિ માટે એ સમજવું જરૂરી છે. જેને શાંતિમય જીવન જીવવું હોય એને એ વિજ્ઞાન સમજવું - એ વિષય સમજવો અને એ પ્રકારે જીવનનું ઘડતર કરવું જરૂરી છે અને આવશ્યક છે. જ્યાં સુધી એવી જરૂરત સમજાતી નથી ત્યાં સુધી આ વિષયનો યોગ્ય પ્રકારે પુરુષાર્થ અથવા પ્રયત્ન થઈ શકતો પણ નથી. જે લોકો આ ક્ષેત્રમાં . ધર્મના ક્ષેત્રમાં રુઢિગતપણે આવે છે, પછી ભલે સોનગઢ જાય કે પછી ભલે ગમે ત્યાં જાય, પોતપોતાનું માનેલું હોય ત્યાં જાય, . પણ જ્યાં સુધી સમજણપૂર્વક આ વિષયમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી એને સુખ - દુઃખની સમસ્યા છે . એ Problem એનો હલ થતો નથી. એટલે અહીંયા એ લીધું છે કે, તેને તેના વિયોગ કાળે ખેદ નહિ થાય. ખેદ નહિ થાય એટલે દુઃખ નહિ થાય. એ દુઃખ મટાડવા માટેની આ વાત છે. દુઃખ મટાડવાની જેને જરૂરત લાગે એણે એનો પ્રયત્ન અહીંયા
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy