________________
કહાન રત્ન સરિતા
મુમુક્ષુ :- (પૂજ્ય) બહેનશ્રીએ પ્રમાદ લીધો. પૂજ્ય ભાઈશ્રી :- પ્રમાદ લીધો અને એમ કહે છે કે જીવના પરિણામ જો સ્વરૂપમાં રોકાતાં નથી, એકાગ્ર થઈને સ્વરૂપમાં આવતાં નથી, તો બીજે ક્યાંક રોકાય છે ને ! હવે, નિવૃત્ત થઈને આ પ્રકારની ઇચ્છાથી જે કાંઈ પ્રવૃત્તિ કરે એમાં શુભ યોગ અને શુભ ઉપયોગ ભલે વિશેષપણે હોય પણ એ પણ એને રોકાવાનું સ્થાન થયું ને ! બહારનાં શુભ ઉપયોગ છે અને શુભયોગ છે, અશુભ યોગો ન હોય . બીજો વ્યવસાય કે બીજી પ્રવૃત્તિ, અને શુભયોગમાં હોય - શાસ્ત્ર સ્વાધ્યાય, ચર્ચા-વાર્તા આદિ તો એ શુભયોગમાં પણ એના પરિણામ રોકાય છે ત્યારે જ જ્ઞાયક ઉપર આવતાં નથી ને ! તો એ શુભયોગમાં પણ ન રોકાય અને જ્ઞાયક ઉપર આવે એ પ્રકારનો જે પ્રયત્ન હોવો જોઈએ, એ સાચો પ્રયત્ન છે અને એ પ્રકારના પ્રયત્નનો અભાવ તે ખોટો અથવા ઊંધો પ્રયત્ન છે !! એમ લેવું છે.
જે ઊંધો પ્રયત્ન કરે છે એમાં શું કહેવું છે કે બહુભાગ જીવને શુભની રુચિ રહી જાય છે. કેમકે કષાયની મંદતાવાળા પરિણામમાં (તેને) એમ લાગે છે કે મારો ભાવ ને (મારી) ભાવના બહુ સારા ચાલે છે. એટલે એ પરિણામ ઉપરનું જે (વજન) - શુભ પરિણામ ઉપરનું જે વજન અને શુભ પરિણામનો પોતા સ્વરૂપે અનુભવ કે “આ મારા ભાવ,' “મને થયેલા ભાવ,' “મેં કરેલા ભાવ' અને “સારા ભાવ' (એમ વજન રહી જાય છે. કેમકે બીજાં અનેક પરિણામ પણ જીવને થયાં છે એટલે એને અનુભવ (તો) એ બે પરિણામનો જ છે. ત્રીજી જાતનો એને અનુભવ નથી. એટલે નીચી દૃષ્ટિમાં એને એવું લાગી આવે છે અને ત્યાં અટકે છે, ત્યાં રોકાય છે. જો (તેને) અસંતોષ રહે કે ગમે તેવા પરિણામ થાય છે, ભલે પૂર્વની અપેક્ષાએ સારા થતાં હોય તોપણ મારે એ નીચા પરિણામ સાથે આ પરિણામની સરખામણી નથી કરવી. મારે તો જે પરિણામ જોઈએ એ પરિણામ ન આવે તો આ કેમ આવે? એ પરિસ્થિતિ તેની જોઈએ. અસંતોષ રહેવો જોઈએ, તીવ્ર અસંતોષ થવો જોઈએ. જેમ જેમ કાળ જાય તેમ.
જેમ કોઈ માણસ પ્રયત્ન કરે અને એને પ્રયત્નનું ફળ ન મળે તો એને આકુળતા થાય છે કે મારી મહેનત નકામી જાય છે. મારો પ્રયાસ વ્યર્થ જાય છે. આ કેમ ચાલે ? મારા પ્રયાસનું ફળ આવવું જ જોઈએ, તો એને