SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ કહાન રત્ન સરિતા આ એમ સમજીને એણે શું કરવું ? દેવું ?) એ કરીએ છીએ એની કિંમત એના પ્રત્યે વળે તો એમ થઈ શકવા વિષય છે ને ! જ્યારે આ વિષયને સમજવા બેઠા છીએ ત્યારે એના પ્રવર્તમાન ૧૫૫ બધું જે કરીએ છીએ (એ છોડી ઘટાડીને જે કાંઈ કરવા યોગ્ય છે યોગ્ય છે. એ પણ સમજણનો જ બધાં પડખાં છે એ બધાંની પણ સમજણ કરવી જોઈએ કે જે પડખાંથી જીવ પ્રવર્તિ રહ્યો છે. તો પછી (એમ પ્રશ્ન થાય કે) આ બધું સમજીએ છીએ (એનું શું) ? (કહે છે કે) સમજીએ છીએ એમાં ભાવનાની ખામી કેટલી ? આમ સમજવું જોઈએ. જો ભાવના વિહિન થઈને સમજવાની પ્રક્રિયા ચાલશે તો એ તો પૂર્વાનુપૂર્વ જે અનંતવાર થઈ ગયું એવી જ પરિસ્થિતિ થઈ, એથી કોઈ આત્મહિત થવાનો પ્રસંગ છે નહિ. એમ છે. આ કિંમત કરવાનું મૂળિયું અહીંયા છે. કિંમત કરવાનું મૂળિયું અહીંયા છે. હજી એક પ્રશ્ન થવા જેવો છે કે, પણ અમને જ્યાં સુધી ઓળખાય નહિ, કિંમત ન થાય ત્યાં સુધી ભાવના પણ ક્યાંથી થાય ? કહે છે કે એ વાત જરા એવી છે કે તો પછી તને અત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિમાં સંતોષ છે. ઠીકપણું છે, ઇષ્ટપણું છે, વાંધો નથી. ચાલે છે, આ ચાલે છે એમાં કાંઈ તકલીફ નથી. એ પરિસ્થિતિમાં તું સંતુષ્ટ છે એ વાત પ્રસિદ્ધ થાય છે, તેથી એમાં તો બીજો કોઈ ઉપાય રહેતો નથી. ચાલુ પરિસ્થિતિમાં તને દુ:ખ લાગે તો જ તું રસ્તો કાઢવાનો પ્રયત્ન કરીશ. આ પરિસ્થિતિ ન ચાલવી જોઈએ એમ જેને ખ્યાલમાં આવે તે તેનો રસ્તો ગોતવાનો પ્રયત્ન કરે, નહિતર એને રસ્તાની જરૂ૨ નથી. ઠીક છે, ઉદયમાં આવે ને આ બધું થઈ જાય છે. બાકી એને અંદરથી દુ:ખ લાગ્યું છે અને રસ્તો કરવા માર્ગ છે, એ વાત તો છે નહિ. પ્રશ્ન :- ઊંચી સ્થિતિનું ભાન થાય તો આ (ચાલતી) સ્થિતિમાં ઊણપ લાગે ? હીણી લાગે ને ? સમાધાન :- હા, સમજવામાં તો એ બધાં પ્રકાર આવે જ છે કે આ પરિસ્થિતિ ઉચિત છે, આ અનુચિત છે. એવા બધાં પડખાં ચર્ચાય છે. ઊંચી જે પરિસ્થિતિ છે એની સમજણ થાય, આ પરિસ્થિતિ નીચી છે એની સમજણ થાય તો એને આ પરિસ્થિતિ છોડવા યોગ્ય છે ને ઓલાની (ઊંચી સ્થિતિની) ભાવના થાય.
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy