SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ [પરમાગમસાર-૨૩૮] ખરેખર તો શું છે ? કે આ માર્ગમાં આવનારને (પોતે) મોક્ષાર્થીની પરિસ્થિતિમાં છે કે નહિ ? એટલું વિચારવા જેવું છે. હમણાં બેંગલોરમાં ૧૭-૧૮ ગાથા લીધી હતી. એના ઉપર બહુ ચર્ચા થઈ હતી. કલાક-દોઢકલાક જેટલી (ચર્ચા થઈ). ત્યાં આચાર્ય મહારાજે ટીકામાં એ શબ્દ વાપર્યો છે કે, ભેદજ્ઞાનમાં કુશળ થાય એને જ્ઞાન જુદું પડીને સ્વાનુભવ, સભ્યશ્રદ્ધાન, જ્ઞાન પ્રગટ થાય, એ વાત લીધી છે. એ પહેલાંની એક ભૂમિકાની વાત લઈ લીધી છે. મોક્ષાર્થી'ની વાત લીધી છે. જેમ ધનાર્થી પુરુષ ધનને અર્થે રાજાને ઓળખીને તેની સેવા કરે છે એમ મોક્ષાર્થી પુરુષ - મોક્ષાર્થી આત્મા જીવ રાજાને - જીવને - ચૈતન્યને ઓળખીને એની સેવા કરે, અનુચરણ કરે છે - એને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહેવામાં આવે છે. પણ એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી જે ધર્મ છે એનું પહેલું પગથિયું આચાર્ય મહારાજે ત્યાં ‘મોક્ષાર્થી’નું લીધું છે. એમાં બહુ રહસ્ય છે. 1 * મોક્ષાર્થી એટલે જે કોઈ આત્મા(ને) પ્રથમથી જ પરિપૂર્ણ નિર્દોષ થવું છે, કષાયનો એક કણ ન જોઈએ, અનંતમાં ભાગે ન જોઈએ - એવી નિર્દોષતા મારે જોઈએ, પરિપૂર્ણ નિર્દોષતા માટે જોઈએ, એ અભિલાષા એ ભાવનામાં આવે એને ભેદજ્ઞાન થશે. એને જ્ઞાન લક્ષણનો અંતર સંશોધનમાં વેદનથી પત્તો લાગશે. નહિતર પ્રગટ હોવા છતાં પત્તો લાગશે નહિ, એમ કહેવું છે. ત્યાં એ વાત કરી છે. મોક્ષાર્થીની વાત લીધી છે. ૩ પ્રશ્ન :- વારંવાર વિચાર કરીએ તો ? કે, આ જગતમાંથી મારે કાંઈ ન જોઈએ ! સમાધાન :- વિચાર કરે એના કરતાં જ્યારે (જગતનો કોઈ પદાર્થ) જોઈએ (એમ લાગે) ત્યારે પોતાને પકડે તો ? આમાં પોલ ચાલે એવું નથી. પોલ ચાલે તેવું નથી ! વિચાર કર્યા કરે કે મારે આ જગતમાંથી કાંઈ ન જોઈએ. ખાસ પાત્રતા'નો વિષય ચર્ચો હતો ને ? સમ્યક્ત્વજયંતિ (પ્રસંગે) સોનગઢમાં આપણે એ વિષય ચર્ચો. કે એમાં ખાસ પાત્રતા જોઈએ. એનું લક્ષણ શું ? કે આ જગતમાંથી કાંઈ ન જોઈએ. (એટલે પૂછે છે કે) એનો વિચાર કર્યા કરીએ તો ? કે મારે આ જગતમાંથી કાંઈ ન જોઈએ, કાંઈ ન જોઈએ. પણ જ્યારે તારે જોઈએ ને અપેક્ષા વૃત્તિ થાય ને ત્યારે તું એનો વિચાર
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy