SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ “વ્રત-તપ-જપથી આત્મપ્રાપ્તિ થશે . તે જેમ શલ્ય છે, * તેમ શાસ્ત્ર અભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જેની માન્યતા છે તે પણ શલ્ય છે. આત્મવસ્તુ તરફ દષ્ટિ કરતાં જ • આત્મપ્રાપ્તિ થાય છે.” ૯. પ્રવચન-૨, તા.૦૪-૧૧-૧૯૮૨ પરમાગમસાર, બોલ - ૯૬, પાનું ૩૧. “વ્રત-તપ-જપથી આત્મપ્રાપ્તિ થશે . તે જેમ શલ્ય છે, તેમ શાસ્ત્ર અભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી બની માન્યતા છે તે પણ શલ્ય છે.” શું કીધું છે ? થોડી કઠણ વાત છે. જગતમાં વ્રતના પરિણામ, તપના પરિણામ, જપના પરિણામ, એ જે-તે પ્રકારના રાગના પરિણામ છે. ખરેખર એ રાગના પરિણામ છે. વ્રત સંબંધીનો રાગ, તપ સંબંધીનો રાગ, જ૫ સંબંધીનો રાગ અને ક્રિયા - એ ક્રિયાનો રાગ . વ્રતની, તપની, જપની ક્રિયાનો રાગ, તેનાથી આત્મપ્રાપ્તિ થશે એમ જગતમાં પ્રસિદ્ધપણે માનવામાં આવે છે અને તે માન્યતા મિથ્યા માન્યતારૂપે શલ્ય છે. શલ્યનો અર્થ એ છે. જલ્દી ન નીકળે એવી જે મિથ્યા માન્યતા છે) એને શલ્ય કહેવામાં આવે છે. આમ તો મિથ્યાત્વને શલ્ય કહેવામાં આવે છે પણ શલ્યનો વિશેષભાવ એ છે કે, જીવ એ માન્યતા જલ્દી છોડે નહિ. ઉલ્ટાનો એ ધર્મના બહાને એને દઢ કરે, ત્યારે એને શલ્ય થઈ ગયું છે . એમ કહેવામાં આવે છે. આને તો દષ્ટાંતમાં લીધું છે . વ્રત-તપ-જપથી આત્મપ્રાપ્તિ થશે એવું જે
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy