________________
[પરમાગમસારા-૮૯] છે. પણ એને રાગનો રાગ નથી કે આ રાગ ઠીક છે - એવો એને રાગ હોતો નથી. એ રાગ પણ છોડવા જેવો છે - એમ એને એનું જ્ઞાન વર્તે છે. તેથી એને જ્ઞાનમય પરિણમન છે. એમ કહેવામાં આવે છે.
જેને રાગનો રાગ છે તેને અનંતાનુબંધીનો રાગ છે. કેમકે પછી એનો રાગ.... પછી એનો રાગ, એનો રાગ.... રાગનો રાગ... રાગનો રાગ. એને અનંતાનુબંધીનો રાગ કહેવામાં આવે છે. એ મિથ્યાદર્શન સહિત હોય છે.
(હવે કહે છે, “વીતરાગભાવ ધર્મ છે તેને રાગભાવથી ધર્મ મનાવે તે વીતરાગના વેરી છે. પાપ મિથ્યાષ્ટિ છે. વીતરાગના માર્ગમાં વીતરાગના વેરી છે એમ કહેવામાં આવે છે. માર્ગના લૂંટારા છે.” ગુરુદેવ તો એમ કહેતાં ! બહુ કડક ભાષા વાપરતાં – માર્ગના એ લૂંટારા છે. જેમ માર્ગમાં કોઈ અંતરીયાળ તૂટે એમ આ માર્ગને લૂટે છે.
અન્યમતમાં તો શુભરાગને ઉપાદેય માનીને ઘણી વાતો કરવામાં આવે છે. પણ વર્તમાન કહેવાતા સંપ્રદાય બુદ્ધિવાળા જીવોમાં . જૈન સંપ્રદાય બુદ્ધિવાળા જીવોમાં એ તત્ત્વ દાખલ થઈ જાય છે. એમાં ગુરુદેવને સાંભળેલા પણ કેટલાંક આપણા વિદ્વાનોમાં પણ આ તત્ત્વ દાખલ થઈ ગયું છે !! એમને એમ રાગને આમ ન કરાય, એ તો પરંપરાએ મોક્ષનું કારણ છે, રાગ વગર નહિ ચાલે, શુભ તો કરવું જ પડશે. એવી પરિસ્થિતિની થોડી થોડી શરૂઆત થઈ છે.
જુઓ ! કેટલો ગુરુદેવે તો કડક વિષય લીધો છે ! “ચૂડેલ છે, ડાકણ છે !!” ખરેખર તો વીતરાગભાવ ધર્મ છે, તેને કોઈ રાગભાવથી ધર્મ મનાવે, એને સાધન કહીને ધર્મ મનાવે, એને પરંપરાનું સ્થાન આપીને ધર્મ મનાવે તે વીતરાગના વેરી છે, અરિહંતના વેરી છે, મુનિઓના - આચાર્યોના વેરી છે, અને અનંત જ્ઞાનીઓના એ વેરી છે, એમ કીધું છે ! તે મહા પાપી મિથ્યાદૃષ્ટિ છે. ભલે પછી બીજો યમ–નિયમ–સંયમ પાળતાં હોય અને નાના પાપ પણ ન કરતાં હોય તોપણ એ મોટું પાપ કરે છે ! આમ કહે છે. મહા પાપી છે, મિથ્યાદૃષ્ટિ છે આખા માર્ગને ઊખેડવાની પ્રવૃત્તિ કરે છે !!