________________
૧૪૬
પિરમાગમસાર-૨૩૮] પ્રસંગ નથી - અવસર નથી. એટલે આ મહત્ત્વનો વિષય છે.
પ્રશ્ન : શું કરવું ?
સમાધાન :- ઓળખીને કિંમત આંકવી. પોતાના સ્વરૂપને ઓળખવું. એ ઓળખવામાં ગર્ભિતપણે એમ કહે છે કે એની કિંમત આંકવી. જ્યાં સુધી એની કિંમત ન આવે ત્યાં સુધી કાંઈ પણ આત્મહિતનું કાર્ય થાય એ વાત ન ભૂતો ન ભવિષ્યતિ ” કોઈ કાળે - ત્રણકાળમાં કોઈ જીવને વિષે થવા યોગ્ય નથી. આ પરિસ્થિતિ છે.
હવે અહીંયા પહેલી લીટી છે એમાં એમ કહે છે કે આખી જિંદગીમાં તે જેની કિંમત કરી હશે તે તને મરણ થવા સુધીના કાળમાં નહિ છૂટે. મરણ થવા છતાં કિંમત આંકી હશે એ બાજુ જ તારા પરિણામ ઢળશે.
સામાન્ય રીતે મૃત્યુનો જે પ્રસંગ છે એમાં જ્ઞાનીઓનું આ વિધાન છે કે આખી જિંદગીમાં એણે જે રસ લીધો હોય, જેને એણે મહત્ત્વ આપ્યું હોય મૃત્યુ સમયે તે પ્રકારનાં પરિણામ તેનાં થઈ આવે છે. એટલે એને જે વિષય રુઓ હોય, જેની એને કિંમત હોય, જેની જેની કલ્પના કરીને તેણે કિંમત આપી દીધી છે એ બધી કલ્પનાઓ એની ઊભી થઈ આવે છે. પછી કુટુંબનું મહત્ત્વ બહુ હોય તો એના પ્રત્યેના પરિણામ થાય, પૈસાનું મહત્ત્વ હોય તો દુકાન વગેરેના પરિણામ થાય, સમાજનું મહત્ત્વ હોય તો એના પરિણામ થાય. જેની જેની એણે મહત્તા આપી હોય એના પરિણામ એને થઈ આવે છે અને એ પરિણામપૂર્વક એનો દેહત્યાગ થાય.
પ્રશ્ન :- પછી શું થાય ?
સમાધાન - કુગતિ થાય. પછી શું થાય શું ? પછી એની કુગતિ થાય. અહીંયા મનુષ્ય પર્યાયમાં નિજ હિતનો વિવેક કરવાની તક મળી છે. એ તક અનંતકાળ સુધી ન મળે એ પરિસ્થિતિ ઉત્પન્ન થાય. આ થાય.
પ્રશ્ન - અનંત કાળનો લાંબો સમય કેમ કહ્યો ?
સમાધાન :- કેમકે અનંતાનુબંધી કષાય છે ને ! મિથ્યાત્વમાં અનંતાનુબંધી કષાય છે. વળી અત્યારે જે તક મળી છે એ કોઈ સાધારણ નથી. અત્યારે જે તક મળી છે એ સાધારણ વાત નથી. કાલે એક ભાઈ સોનગઢમાં) વાંચન કરતાં હતાં એમણે એક વાત સરસ કહી હતી કે એક તો મનુષ્યભવ ન મળે એમાં પણ દેવ-ગુરુ-શાસ્ત્ર - વીતરાગ દેવ-ગુરુ-શાસ્ત્ર મળવાં દુર્લભથી