SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ [પરમાગમસાર-૧૦૦] ઊપજે અને આત્મિક સુખ ઊપજે અને મારા આત્મગુણનો વિકાસ થાય અને અવગુણનો નાશ થાય એમાં મારું પ્રયોજન છે, એમાં મને રસ છે, બાકીના કોઈ કાર્યનો મને રસ છે નહિ. પ્રશ્ન :- દરેક જ્ઞાનીને આવું જ હોય ? સમાધાન :- પ્રત્યેક(ને), આ તો દૃષ્ટાંત છે. (બાકી તો) બધાં જ જ્ઞાનીની આ જ સ્થિતિ છે. આત્મદૃષ્ટિ પ્રગટી એનો અર્થ શું ? કે આત્માના ગુણની દૃષ્ટિ, આત્માના સ્વભાવની દૃષ્ટિ પ્રગટી છે અને એ ક્યારે પ્રગટે છે ? કે જ્યારે અનેક પ્રકારનો વ્યામોહ પાતળો પડે છે. કોઈપણ મુમુક્ષુ જીવને બાહ્ય લોભ, બાહ્ય માન, બાહ્ય કીર્તિ બાહ્ય પદાર્થો, બાહ્ય દૃષ્ટિ, એ બધાં પ્રકારનો બાહ્ય તત્ત્વનો વ્યામોહ પાતળો પડે છે, ત્યારે તે જીવને સ્વભાવથી, ગુણથી ઉત્પન્ન થતાં સુખમાં દૃષ્ટિ જાય છે કે ક્યાંય સુખ નથી. સદ્ગુણ સિવાય ક્યાંય સુખ નથી. ચાહે એ જીવ સ્વર્ગમાં જાય કે જગતના કોઈ ખૂણામાં જાય. સદ્ગુણ સિવાય ક્યાંય સુખ છે નહિ, અને અવગુણની સાથે દુઃખ અવિનાભાવીપણે જડાયેલું છે. ધર્મના પ્રકરણમાં આ સુખ-દુઃખનો હિસાબ છે. જગતના પ્રકરણમાં બીજી વાત છે. જગતમાં પૈસા અને સંપત્તિ છે ત્યાં સુખ છે અને ગરીબી અને શરીરની અશાતામાં દુ:ખ છે. ત્યાં સંપત્તિ અને શાતામાં સુખ છે, એ પલાખું અહીંયા ખોટું પડે છે. સંપત્તિવાળા દુઃખી જોવામાં આવે છે અને શરીરે તંદુરસ્ત શાતાના ઉદયવાળા પણ બેચેન અને દુઃખી જોવામાં આવે છે. મુમુક્ષુ :- આ તો દુનિયા જ જુદી છે ! પૂજ્ય ભાઈશ્રી :- અલૌકિક વિષય કહ્યો છે ! એટલા માટે આ વિષયને લૌકિક ગણતરી (થી) ફેરવાળો, જુદી જાતનો, અલોકિક વિષય ગણવામાં આવે છે !! એટલે (અહીંયા કહે છે કે) એને સુખ ત્યાંથી લેવું છે - ધર્મીને ગુણમાંથી સુખ લેવું છે. એને બાહ્ય પદાર્થમાંથી સુખ લેવું નથી. એટલે જે (ધન વૈભવ મળતાં) ખુશી ખુશી થાય છે, પણ વિષ્ટાના પોદળા અને ધનાદિમાં કાંઈ જ ફેર નથી.' જુઓ ! જ્ઞાનીની દૃષ્ટિમાં પૈસામાં સુખ માનનાર પોદળામાં સુખ માનનાર જેવો ગરીબ છે !! એની દૃષ્ટિમાં એ શ્રીમંત નથી પણ એની દૃષ્ટિમાં એ ગરીબ છે
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy