________________
કહાન રત્ન સરિતા
૧૦૩
સમાધાન :- અભિપ્રાયમાં અનુકૂળતા પ્રાપ્ત થાઓ (એમ છે તો) પછી તે અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે ગમે તે કરવું પડે ! આ પરિસ્થિતિ આવીને ઊભી રહેશે. અભિપ્રાયમાં એમ પડ્યું છે કે સર્વ પ્રકારે મને અનુકૂળતા રહો. એ સર્વ પ્રકારે અનુકૂળતા રહો, એ અનુકૂળતા કરવા માટે એ શું શું નહિ કરે ? બધું કરશે. પણ એ અનુકૂળતાઓ છે તે ખરેખર અનુકૂળતાઓ છે કે કેમ ? આ વિચારવા યોગ્ય છે.
ભગવાન એમ કહે છે કે કોઈ પદાર્થ તને અનુકૂળ નથી. કોઈ પદાર્થનો કોઈ પર્યાય તને પ્રતિકૂળ નથી. છતાં કેટલાંક પદાર્થો પ્રત્યે ક્યારેક તું અનુકૂળતાનો આરોપ લગાવે છે અને કેટલાંક પદાર્થો પ્રત્યે ક્યારેક તું પ્રતિકૂળતાનો આરોપ લગાવે છે - એ તારી કલ્પના માત્ર છે અને એ કલ્પના છે તે વાસ્તવિક છે. એ તું તપાસી લે, તારે તપાસ એટલી કરવાની રહે છે કે એ કલ્પના છે ? કે એમાં કાંઈ વાસ્તવિકતા છે ? જો તને તપાસતા એમ લાગે કે કહેનારની વાત સાચી છે અને મારો અભિપ્રાય અનાદિથી હતા તે ખોટો-જૂઠો હતો, તો એને જ્યારે જ્યારે ઇષ્ટ–અનિષ્ટપણું થાય, ૫૨૫દાર્થના સંયોગ—વિયોગના કાળે ઇષ્ટ–અનિષ્ટપણું થાય, હ૨ખ—શોક થાય, ત્યારે એનો જો અભિપ્રાય ફર્યો હોય તો જ્ઞાન હાજર થાય કે, આ પરિણમન મારા અભિપ્રાયથી વિરુદ્ધ ચાલે છે. પરિણમન એ પ્રકારે ચાલવું જોઈએ નહિ.
અભિપ્રાય ફર્યાં વિના ભલે શાસ્ત્રની ધારણા થઈ ગઈ હોય, પણ જુનો અભિપ્રાય જે છે (એ) એમને એમ ચાલતો હોય, તો ઉદયમાં ઇષ્ટ–અનિષ્ટ, રાગ–દ્વેષ, હરખ–શોકના પરિણામ તન્મયતાથી – પૂરેપૂરો ડૂબીને કરે, એને ખ્યાલ રહે નહિ અને પછી વિચાર કરે ત્યારે બધો વિચાર કરે એ શાસ્ત્રને અનુસરીને કરે કે ૫૨૫દાર્થ છે એ ભિન્ન છે, એમાં અનુકૂળતા પ્રતિકૂળતા જેવું કાંઈ નથી, આત્મા જ્ઞાયક છે, એ તો જાણનાર તત્ત્વ છે.' અભિપ્રાય ન ફરે ત્યાં સુધી એ પરિણામ કોઈ કાર્યકારી થતું નથી. મૂળમાં અભિપ્રાય બદલી જવો જોઈએ. આ તો સૂત્ર જેવી બધી વાતો છે. ટુકડો છે નાનો પણ સૂત્ર જેવી વાત છે !
(જીવ) પરિણામ જોવે છે ક્યારેક ક્યારેક (કે) આ પરિણામ(માં) આવું થયું, આ પરિણામ(માં) આવું થયું, આ પરિણામ(માં) આવું થયું. (પણ) એમ
-