SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ [પરમાગમસાર-૨૪૩] ૧૯૦ સ્વીકારવું પડે છે. તું અહીંયા એમ કહે છે કે, તને તારા જ્ઞાનનો અનુભવ થાય છે. એવા જ્ઞાનસ્વભાવી જીવ નામના પદાર્થને નથી સ્વીકારતો, તારી એ વાત પણ પૂરેપૂરી સાચી નથી. તું એને પણ સ્વીકારે છે કે નથી સ્વીકારતો ? કે, ભાઈ ! આ શ૨ી૨માં જીવ હોય ત્યાં સુધી બધાં ખેલ સાચાં છે, ને પછી બધાં ખેલ ખોટાં છે. એ જીવનાં અસ્તિત્વને સ્વીકાર્યું કે નહિ ? મૃત્યુ થાય છે (ત્યારે) દેહનો આકાર પડેલો રહે છે. ભાઈ સાહેબ નથી’ એમ કહેવામાં આવે છે. એ તો ગયો ભાઈ !' પણ આ (શરીર) પડ્યું છે ને હજી ? બે મિનિટ પહેલાં તો હાલતાં-ચાલતાં હતાં, વાત કરતાં હતાં, બોલતાં હતાં, બગાસુ આવ્યું છે. હજી તો ! એ બગાસુ આવ્યું ને ગયા...! એમ કહે છે. એઁનો અર્થ શું છે ? (કે) એના અસ્તિત્વને સ્વીકારવામાં આવે છે. અહીંયા તો એટલી જ વાત છે કે, એનું અસ્તિત્વ જે સ્વરૂપે છે એ સ્વરૂપે એને સ્વીકારવાની જરૂર છે. જીવના અસ્તિત્વને જગતના જીવો નથી સ્વીકારતા ? બધાં પ્રાણીઓ સ્વીકારે છે. જીવના અસ્તિત્વને બધાં સ્વીકારે છે. એની ગેરહાજરી થતાં એના દેહની અંતિમક્રિયા બધાં વ્યવસ્થિત રીતે જે-તે પ્રકારે કરે છે. એટલે એના અસ્તિત્વને નથી સ્વીકારતા એમ નથી પણ એનું અસ્તિત્વ જે સ્વરૂપે છે, એ (સ્વરૂપે સ્વીકાર નહિ) હોવાથી શરીરમાં આત્મબુદ્ધિની કલ્પના થાય છે, એ તમામ દુઃખનાં મૂળનું ઉત્પાદક કારણ છે. એમ અહીંયા કહેવા માગે છે. ? અહીંયા આ શાસ્ત્રમાં આ બોલની અંદર જે કહેવા માગે છે, એ એટલી જ વાત કહેવા માગે છે કે, જીવને તો બધાં સ્વીકારે જ છે અને તેથી તો એમ કહે છે કે, કોઈ જીવને દુઃખ ન દેવું, બધાં જીવ સુખી થાઓ ! એ બધી વાત જીવને સ્વીકાર્યા વગર છે ? જીવને સ્વીકારીને વાત છે. મારા જીવને પણ સુખ થાઓ, મને પણ દુઃખ ન થાઓ. પણ એણે દેહમાં આત્મબુદ્ધિ માની હોવાથી સુખ-દુ:ખની, અગવડ-સગવડ પણ એ બહાર જડમાં કરે છે. પોતાને જડ સમાન સ્વીકાર્યો હોવાથી એ સુખ-દુ:ખની વ્યવસ્થા પણ જડમાં કરે છે અને સુખ-દુ:ખની વ્યવસ્થા એ જીવમાં વિચારતો નથી–એ ભૂલ છે. એમ કહેવા માગે છે. મુમુક્ષુ :- સ્વરૂપે ભગવાન છે !
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy