________________
૧૯૧
કહાન રત્ન સરિતા
પૂજ્ય ભાઈશ્રી :-.સ્વરૂપે તો એ જીવ છે. શાસ્ત્રકાર એમ કહે છે, જ્ઞાનીઓ એમ કહે છે કે દરેક જીવ સરખા છે. દરેક જીવ જાતિએ સરખા છે. સરખા છે એટલે કેવાં છે ? કે, જેવાં સિદ્ધ પરમાત્મા છે એવાં છે ! એમ કહે
છે
"
ગુરુદેવશ્રીએ જે ખાસ શાસ્ત્ર ઓગણીસ – ઓગણીસ વખત (સભામાં) વાંચ્યું; બીજાં અનેક શાસ્ત્રો વાંચ્યાં, (પણ) “સમયસાર' નામનું શાસ્ત્ર ઓગણીસ વખત વાંચ્યું. એના પ્રારંભની ગાથામાં એ વાત છે કે, હું કહેનાર, મારાં, આત્માનું મૂળ સ્વરૂપ સિદ્ધ સમાન છે અને જે કોઈ જીવો આ વાત સાંભળે છે કે નથી સાંભળતાં, એ બધાંનું મૂળ સ્વરૂપ તો સિંદ્ધ સમાન છે! સાંભળે એને એનો ખ્યાલ આવશે નહિ સાંભળે એને ખ્યાલ નહિ આવે. પણ છે તો બધાં ભગવાન ! સાંભળે . ન સાંભળે તેથી એના સ્વરૂપમાં કોઈ ફેર પડતો નથી. તેથી એમનાં પ્રવચનમાં મુખ્યપણે એ વાત કહેવામાં આવતી કે, બધાં આત્માઓ ભગવાન સમાન છે ! અવસ્થા બધાંની સંસારી હોવા છતાં મૂળ સ્વરૂપ ભગવાન સમાન છે. એ એમનાં પ્રવચનનો મુખ્ય ધ્વનિ હતો અને તેથી સર્વ પ્રવચનમાં . પ્રત્યેક પ્રવચનમાં એ આત્માને ભગવાન આત્મા !”, “ભગવાન આત્મા !”, “ભગવાન આત્મા !” એમ કહીને સંબોધન કરતાં. એ એમની મુખ્ય શૈલી હતી.
અહીંયા એમ કહ્યું કે, જો કોઈ જીવ આત્મામાં આત્મબુદ્ધિ કરે અને દેહમાંથી આત્મબુદ્ધિ છોડે એટલે દેહની દૃષ્ટિ છોડે તો એની બલિહારી છે. એટલે એને ધન્યવાદ આપ્યાં છે ! એ આત્માનો મોક્ષ થઈ જશે. એને અશરીરીપણે સિદ્ધદશા પ્રાપ્ત થશે, એનું મૂળ કારણ દેહાત્મબુદ્ધિ છૂટી આત્મામાં આત્મબુદ્ધિ થઈ, આત્મજ્ઞાન થયું, આત્મદર્શન થયું તો એણે મોક્ષનું બીજ
ત્યાં વાવ્યું. એને અવશ્ય મોક્ષ થશે એમ ગણીને એની બલિહારી છે, એને ધન્યવાદ છે એમ કહેવામાં આવે છે. સાથે-સાથે એમ કહ્યું કે, “આ તો શૂરવીરના ખેલ છે.
એટલે કે જગતમાં કૃત્રિમ સુખની લાલચ કો'ક જ જીવ છોડી શકે છે. પાંચ ઇન્દ્રિયના વિષયો પાસે પામર થઈને સુખની યાચના (કરનાર) અને સુખની પામર વૃત્તિ (રાખનાર) જગતના તમામ જીવો એને આધીન થઈને પરિણમે છે. એમાંથી છૂટનાર કો'ક શૂરવીર પુરુષ હોય છે. એ સુખને પણ