SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * પિરમાગમસાર-૧૬૨] છે કે જેને એની તૃષા ન લાગી હોય ત્યાં એ વિષય સંબંધિત પરિશ્રમ કરવો વ્યર્થ છે. તૃષાતુરને પાણી પાયાની મહેનત કરજો.' - એવું એક વચન લખ્યું છે. એનો અર્થ એ છે કે જેને તરસ ન લાગી હોય એને આ પરાણે પીવડાવવાની કોઈ મહેનત કરશો નહિ), એથી, કોઈ એનું ફળ નીકળવાનું નથી. કેમકે એ લેવાનો જ નથી, પીવાનો જ નથી. આ પરિસ્થિતિ છે. એટલે જ તૃષા લાગે અને એ તૃષા પણ વધે ત્યારે શુદ્ધાત્મ તત્ત્વ - ચેતન્ય તત્ત્વનાં સંસ્કાર પડે. એનો ખરો રસ એને લાગ્યો છે એ પરિસ્થિતિ ત્યાં ઉત્પન્ન થઈ છે. નહિતર ત્યાં સુધી એ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ નથી. સમ્યગ્દર્શન થવું એટલે પરમાત્માની પર્યાયમાં પધરામણી થાય છે. એ પરમાત્માને પધારવા માટે પરમાત્માને સાનુકૂળ આંગણું તો ચોખ્ખું જોઈએ કે નહિ ? પર્યાય તો એનું આંગણું છે. બહારમાં સારા મહેમાન આવવાના હોય તો ઘર સાફસુફ કરીને રાખે છે અને આંગણું ચોખ્ખું કરે છે અને રાજા-મહારાજા કે વડા પ્રધાન જેવા આવવાનાં હોય તો તો વળી વિશેષ શોભા કરે. અરે ! ધર્મી આવવાના હોય તોપણ ઘરે શોભા કરીએ છીએ. લ્યો ને ! આપણે એ દિશામાં વળેલા છીએ કે, ગુરુદેવ પધારવાના છે, કે કોઈપણ ધર્મી પધારવાના છે તોપણ (બધું) કરીએ છીએ. પરમાત્મા પધારે એને માટે એને યોગ્ય તૈયારી નહિ ? એ વાત તો કાંઈ સુસંગત રહેતી નથી. " એટલે અહીંયા કહે છે, “એ બધી વિપરીત બુદ્ધિ છોડીને જ્ઞાયકમૂર્તિ આત્માની સન્મુખ દેખે ત્યારે આત્મા જાણવામાં આવે છે. ત્યારે ખરેખર આત્મા જણાય છે. સમ્મુખ થાય અને આત્મા ન જણાય એવું બનતું નથી. પણ પરસમ્મુખ (રહીને) જ્યાં સુધી પર ભાવનો મારાપણે અનુભવ કર્યા કરે ત્યાં સુધી તો કોઈ રીતે સ્વસમ્મુખતા થાય નહિ. આ આત્મભાવ છે અને આ પરભાવ છે . એમ અંદરમાં ભાવોની વહેંચણીમાં - ભેદજ્ઞાનમાં ઊતરવું જોઈએ. એવું સ્વીકાર્ય કરવાની ઘણી ધગશ અને ઘણી લગની હોય ત્યારે જ એવા કાર્યનો અંતરંગમાં પ્રારંભ થાય છે, નહિતર પ્રારંભ થતો નથી. ભલે એ સાંભળ્યું હોય કે આવું કરવા જેવું છે, પણ જીવ અંદરમાં એ કરી શકતો નથી. કેમકે એની ધગશ નથી અને એ ધગશ નથી એમ તું કહે છે (તો) હજી બીજે બીજે કાર્ય કરવાની ધગશ
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy