SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ કહાન રત્ન સરિતા છે. એની ધગશ બદલી નથી. પ્રશ્ન :- મને મારું સાચુ સુખ મારા સ્વભાવમાંથી જ મળશે એમ પહેલાં દૃઢ નિર્ણય કરે ? ૬૩ સમાધાન :- દૃઢ નિર્ણય કરીને અંદરમાં રાગથી ભિન્ન પડવાં માટે (પ્રયત્ન કરવો જોઈએ) એને ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે રાગ થાય છે કે નહિ ? ઉદય તો ધારાવાહિ ચાલુ છે. ક્યારે ઉદયનો પ્રસંગ નથી ? તો એને સર્વકાળે સાવધાની આવવી જોઈએ કે આ જેટલાં ઉદયના રાગ થાય છે એમાં ‘હું પણે' જ કેમ થાય છે ? જેમાં અહપણું મટાડવું છે એમાં હું પણું થઈ રહ્યું છે આ નુકસાન છે એ મારે ક્યાં સુધી ચાલુ રાખવું ? ઘી ઢોળાતું હોય એ મારે ક્યાં સુધી જોયા કરવું ? ઘરમાં ચોર ગર્યો (ઘૂસ્યો) અને તિજોરી ખોલી નાખીને એક પછી એક એ દાગીના કાઢે છે, (તે) ક્યાં સુધી જોયા કરીશ તું ? કોઈ એમ કહેશે ? કે તમે સૂઈ ગયા છો પણ આ ઘરમાં ચોર ગર્યો છે. અવાજ કરે છે તમને ખબર નથી ? તો કહે ખબર છે અવાજ કરે છે. પણ અવાજ કરે છે એમાં ચોરી કરી રહ્યો છે એ ખબર છે ? તો કહે કે એ પણ મને ખબર છે ! તો એમ કહીએ કે, શું પણ તમને ખબર છે, ખબર છે ? આ શું તમને ખબર છે કાંઈ ? ઘરનો સભ્ય હોય તો એમ જ કહે કે શું કપાળ તમને ખબર છે ? આ તમે શું જોઈ રહ્યાં છો ? એમ જ કહે. આ લૂંટે છે, ઓલો (ચોર) લઈ જાય છે બધું ! પ્રશ્ન :- એ તો પ્રત્યક્ષ લાગે છે કે આ ખાલી થઈ જશે, આખું ઘર ખાલી થઈ જશે. એમ અહીંયા લાગવું જોઈએ ને ? સમાધાન :- આ પણ લાગવું જોઈશે. આ એકત્વબુદ્ધિનું નુકસાન અનંત પરિભ્રમણનું ને અનંત જન્મમરણનું કારણ છે. કેન્સરથી વધારે ભયંકર રોગ છે. અનંત કેન્સરની ખાણ છે ! એ વાત જ્યારે દેખાશે ત્યારે જ એની ભયંકરતા ભાસશે અને ત્યારે જ એનું મમત્વ સાચા પ્રકારે છૂટશે. નહિતર સાચી રીતે એનું મમત્વ નહિ છૂટે. એમ છે. (એટલે અહીંયા) કહે છે કે (આત્મ) સન્મુખ થવું અને ત્યારે જ આત્મા જણાશે. એટલે કે પરાન્મુખતા છોડવી ત્યારે જ આત્મા જણાશે. એ ૧૬૨ બોલ પૂરો થયો.
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy