________________
૧૯૮
પિરમાગમસાર-૨૪૩] કરે છે.
મુમુક્ષ :- (બન્ને ક્રિયા) એક જ કરે છે, એવો ભ્રમ થાય છે.
પૂજ્ય ભાઈશ્રી :- પણ ભ્રમ થાય છે. “જગતની રચના અસત્યનો આગ્રહ કરાવવાવાળી છે.' - શ્રીમદ્જીએ કહ્યું કે, આ જગતમાં સ્થૂળપણે જોવામાં આવે તો અસત્યનો આગ્રહ થાય એવી આ બધી રચના જોવામાં આવે છે.
અહીંયા તો એમ કહે છે કે તારે જન્મ-મરણ મટાડવાં છે ? દેહાતીત - અશરીરી મોક્ષદશા પ્રાપ્ત કરવી છે ? તો દેહને વળગવાનું છોડ. દેહાત્મબુદ્ધિ છોડ ! દેહની દૃષ્ટિ છોડ ! નહિ છોડ અને દેહમાં આત્મબુદ્ધિ રાખીને દેહને વળગી રહીશ, દેહમાં ઘણી પ્રીતિ રાખીશ તોપણ દેહ તને છોડશે, છોડશે ને છોડશે જ. તું દેહને નહિ છોડવા માગ તો દેહ તને છોડી દેશે. એ પરિસ્થિતિ તો આવ્યા વિના રહેવાની નથી.
તીવ્ર દેહાત્મબુદ્ધિ હોય ત્યારે માણસને શું થાય છે (કે) થોડી પણ અશાતા પાલવતી નથી. જરાક પ્રતિકૂળતા આવે તો (કહે) મને ન ફાવે.. મને ન ફાવે...! મને નહિ ફાવે ! ભાઈ ! આ ફાવવું . ન ફાવવું છે શું તારે? દેહાત્મબુદ્ધિ તો તારે છોડવી છે. હજી રાગથી ભિન્ન પડવું છે એ તો આગળની વાત છે પણ હજી તો તારે દેહથી ભિન્ન પડવામાં (દેહમાં) થોડીક ગડબડ થાય છે ત્યાં તને શાતાશિલીયાપણું આવે છે તો તું વિકલ્પથી ને રાગથી કેમ જુદો પડીશ, ભાઈ ? આ વિચારવા જેવો વિષય છે. આપણે ત્યાં તો ગુરુદેવે આ તત્ત્વજ્ઞાન બહુ મૂક્યું ને ! (એટલે) આમ કહે, દેહ ને આત્મા ભિન્ન છે, એ તો બહુ છૂળ વાત છે ! એ તો અમને ખબર છે ! પણ ભાઈ ! તને કાંઈ ખબર નથી !! જરાક અશાતા થાય, જરાક પ્રતિકૂળતા થાય, જરાક સગવડતા ઓછી મળે અને થોડીક અગવડ ઊભી થાય અને ઘરમાં તો બધું એવું સરસ ગોઠવે કે એક નાનામાં નાની પ્રતિકૂળતા એને ન પડે ! અહીંયા આ જોઈએ.. અહીંયા આ જોઈએ... અહીંયા આ જોઈએ... અહીંયા આ જોઈએ... એવું બધું લાઈનસર, રોજિંદી ટેવ પ્રમાણે ટેવ પુષ્ટ થાય ને ટેવ રૂઢ થાય, કુટેવ છે એ છૂટે નહિ ! શું? એ બધી કુટેવો છે. કુટેવ છે એ છૂટે નહિ. જીવ એવી રોજની ગોઠવણી કરી નાખે છે.
ભાઈ ! અહીંથી છૂટીને ક્યાં જઈશ ? ત્યાં કોઈ માસીબાનું ઘર નથી ! ત્યાં તારી બધી અનુકૂળતાઓ સચવાઈ રહે એ કોઈ પરિસ્થિતિ છે નહિ.'