________________
“બહારની વિપદા એ ખરેખર વિપદા નથી. બહારની સંપદા એ સંપદા નથી. ચૈતન્યનું વિસ્મરણ તે જ મોટી વિપદા છે, ચૈતન્યનું સ્મરણ ખરેખર સાચી સંપદા છે.' ૧૯૧.
()
પ્રવચન-૮, તા. ૧૭-૩-૧૯૮૩
પરમાગમસાર, પાનું–૫૬, ૧૯૧ નંબરનો બોલ. બહારની વિપદા એ ખરેખર વિપદા નથી. બહારની સંપદા એ સંપદા નથી.' સંપદા અને વિપદાનું ધોરણ લૌકિકમાં અને અલૌકિકમાં તદ્દન જુદું છે. બહારમાં પ્રતિકૂળતા આવે છે એને વિપદા કહે છે. શરીરમાં રોગ થવો, નિર્ધનતા થવી, કુટુંબ-પરિવારમાં હાનિ થવી, અનેક પ્રકારે બહારમાં આધિ-વ્યાધિ—ઉપાધિના જે પ્રસંગ છે. એને જગતમાં વિપદા કહેવામાં આવે છે. આખું જગત તમામ સંસારી જીવો એને વિપદા કહે છે. ભગવાન કહે છે કે એ ખરેખર વિપદા નથી. એ ખરેખર સાચી વિપદા નથી.
જે તે પ્રકારનાં અનિષ્ટ સંયોગ–વિયોગ થાય છે, સંયોગ પણ અનિષ્ટ થાય છે અને વિયોગ પણ અનિષ્ટ થાય છે. જેની કલ્પના અનુકૂળતાની કરી છે એનો વિયોગ થાય ત્યારે એને અનિષ્ટ વિયોગ કહે છે. જે પ્રતિકૂળ સંયોગ છે જેને ઇચ્છતા નથી, ઇચ્છવામાં આવતાં નથી–એવાં અનિષ્ટ પ્રકારનાં સંયોગ થાય તેને અનિષ્ટ સંયોગ કહે છે. અનિષ્ટ સંયોગ અને અનિષ્ટ’