________________
પિરમાગમસાર-૧૯૧] વિયોગ - એ બે પ્રકારે વિપદા છે. બહારની સંપદા એટલે અનુકૂળતાઓ. ધન-દોલત એને તો સંપત્તિ કહે જ છે પણ શરીર સૌષ્ઠવ સારું હોય તો એને શરીરનું ધન કહેવામાં આવે છે. એ જ પ્રકારે બહારમાં કુટુંબ-પરિવાર, આબરૂ, સગા-સંબંધી, મિત્રો એનું જૂથ સારું હોય તોપણ એ બધી અનુકૂળ સંપત્તિ ગણવામાં આવે છે.
ટૂંકામાં આખા જગતમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાનો જે ખેલ છે, તે અસ્તિ-નાસ્તિ ઉપર છે. (એટલે કે, અમુક પ્રકારની સંયોગની હયાતી થાય અને અમુક પ્રકારની સંયોગની બિનહયાતી થાય ત્યારે જગતના જીવોએ (આ પ્રકારે અનુકૂળતા - પ્રતિકૂળતાનું એક ધોરણ નક્કી કર્યું છે. પોતાની અનેક પ્રકારની વિભાવભાવોમાં ઉત્પન્ન થતી જે ઇચ્છાઓ, એ ઇચ્છાઓની પૂર્તિ અને એની અંદર થતી જે કષાયની તીવ્રતા . મંદતા, આકુળતા ઓછી અને વધતી થવી, એના ઉપર અનુકૂળતા અને પ્રતિકૂળતાનું ધોરણ બાંધવામાં આવ્યું છે. આખું જગત એ રીતે ચાલે છે કે અનુકૂળ સંયોગો મળતાં સુખ છે અને કહેવાતાં અનુકૂળ સયોગોની હાનિ થતાં દુઃખ છે. પછી આજથી દસ હજાર વર્ષ પહેલાં જન્મેલો હોય તોપણ એણે એમ વિચાર્યું છે, અને હવે પછી લાખ-પચાસ હજાર વર્ષ પછી સંસારનો જીવ એમ જ નક્કી કરે છે, આ ક્ષેત્રે જન્મેલો પણ એમ વિચારે છે અને અન્ય ક્ષેત્રે જન્મેલો સંસારી જીવ પણ આમ જ વિચારે છે. રશિયા અને અમેરિકાવાળો કાંઈ સંયોગમાં સુખ નથી, એવું વિચારતો નથી. એની દોડ પણ સંયોગના સુખ પાછળ છે. જે જડ રજકણોમાં સુખનો છાંટો નથી, સુખનો અંશ નથી, અરે...! સુખની ગંધ પણ નથી ! એવા પુદ્ગલ રજકણમાં ઘણું સુખ છે અને ત્યાંથી સુખ મેળવી શકાય છે, તેની પાછળ આખા જગતની દોડ છે અને તમામ ધમાલ અને ઘર્ષણ અને લડાઈ હોય તો એનું કારણ આ છે.
એક જીવને આખું જગત ઓછું પડે છે ! એક જીવની ઇચ્છા Enlarge કરવામાં આવે તો આખું જગત એને ઓછું પડે છે. જગતનાં અનંતા જીવો છે (એ). બધાંયને આખું જગત જોઈએ છે. પછી એમાંથી ઘર્ષણ ન થાય તો બીજું થાય શું? આખા દેશમાં વડાપ્રધાનની ખુરશી એક જ છે અને “ઉમેદવાર ઘણાં છે. જાહેરપણે કેટલાંક છે અને બિનજાહેરાતપણે તો કોઈ ના પાડે એવું નથી ! પછી આમાંથી ઘર્ષણ ન થાય તો થાય શું પણ ?