________________
કહાન રત્ન સરિતા છે. શાસ્ત્રઅભ્યાસ વિશેષ કરીને કરતા હોય એવા જીવોને (માટે) આની અંદર બહુ સૂક્ષ્મ માર્ગદર્શન છે.
કહે છે કે, (શાસ્ત્રાભ્યાસની પ્રવૃત્તિને) માન્યતા (સાથે) સંબંધ શું થાય છે ? એ જોવાનું છે. એ શાસ્ત્રઅભ્યાસમાં એવું ફરમાન આવે છે. શાસ્ત્રકર્તાનું એવું ફરમાન આવે છે કે, સન્મુખ થાઓ ! આત્માની સન્મુખ થાઓ ! ત્યારે એને એ જ વખતે ખ્યાલમાં આવે કે, આ હું શાસ્ત્રની સન્મુખ થાઉં છું, શ્રુતના શબ્દોને જ્ઞાન અવલંબે છે . એની તો ‘ના’ કહે છે. આવું જે શાસ્ત્રનું ફેરમાન છે કે, અંતર્મુખ થાઓ ! એમાં શાસ્ત્રના અવલંબનની જ ‘ના’ છે, એની અંદર નિષેધ છે. એ શાસ્ત્ર તરફના ઉપયોગને ફેરવીને અંતર્મુખ થવું, એ અંતર્મુખ થવાની ત્યાં એને એક પ્રેરણા થવી જોઈએ. શાસ્ત્રની આજ્ઞાથી તો અંતર્મુખ થવાની અંતર પ્રેરણા થવી જોઈએ અને એ અનુસાર એનો અંતર્મુખ થવાનો કોઈ પ્રયાસ ચાલવો જોઈએ. એના બદલે એ વિષય તદ્દન છૂટી જાય, એ વિષયનો ખ્યાલ પણ ન આવે, એ વિષય એક બાજુ રહી જાય, અને શાસ્ત્રનો વધુ અભ્યાસ કરવો, વધુ શાસ્ત્ર વાંચવાં, વધુ સાંભળવું, વધુ અભ્યાસ કરવો અને એમાં સ્થૂળપણે કે સૂક્ષ્મપણે લાભ થવાનો - હિત થવાનો ભાવ - અભિપ્રાય - એ મિથ્યાત્વના અભિપ્રાયનું અહીંયા સ્પષ્ટીકરણ કરે છે. ભલે એવું પરિણામ સૂક્ષ્મ હોય કે એવું પરિણામ સ્થૂળ હોય, એ જીવને મિથ્યાત્વનું શલ્ય છે. એમ કહે છે.
આવો વિષય કયારેક જ આવે. કેમ ? કે, મુખ્યપણે ગુરુદેવશ્રીએ શાસ્ત્ર સ્વાધ્યાયના વ્યવહારને સ્થાપ્યો છે અને વારંવાર મુમુક્ષુઓને એવી સૂચના કરી છે કે, મુમુક્ષુજીવે તો દિવસમાં એક કલાક, બે કલાક, ચાર કલાક શાસ્ત્ર સ્વાધ્યાય કરવો જોઈએ. એમાં આવી વાત ક્યારેક જ આવે ! કે, “વ્રતતપ-જપથી આત્મપ્રાપ્તિ થશે. તે જેમ શલ્ય છે, તેમ શાસ્ત્ર અભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જેની માન્યતા છે તે પણ શલ્ય છે. શાસ્ત્ર અભ્યાસ કરનારને આવું શલ્ય સૂક્ષ્મપણે રહે છે.
કહે છે કે, અહીંયા પણ - આવી ઊંધી માન્યતામાં પણ મુમુક્ષુને ગુરુદેવશ્રી રહેવા દેવા માંગતા નથી. બહુ ચોખ્ખી વાત આવી છે ને ! ગોળ-ગોળ ને થાબણભાણા કરીને (કહેતા નથી. કો'ક ને ખોટું લાગશે, બહુ શાસ્ત્રઅભ્યાસી હશે એને જરાક ઠેસ પહોંચશે. માન્યતા તો છે ને આળા ગુમડા જેવો વિષય