SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પિરમાગમસાર-૯૬] એમાં એકલા જ્ઞાનનો સંબંધ નથી રહેતો. શલ્ય કહીને ગુરુદેવશ્રી એમ કહે છે કે, અહીંયા માન્યતાને સંબંધ થાય છે. એકલા જ્ઞાન સાથેનો આ પ્રકાર નથી રહેતો પણ અહીંયા તારી માન્યતાને આ વિષય સ્પર્શે છે. તારી માન્યતા સાથે આ સંબંધ ધરાવે છે. તને ખ્યાલ આવે કે ન આવે પણ એ આગ્રહ છે, એ બહિર્મુખજ્ઞાનની પ્રધાનતા છે, એ મુખ્યતા છે. એ તને મોટું નુકસાન છે, ઊંધી માન્યતામાં લઈ જશે અને એમ લાગશે કે આ શાસ્ત્રના અભ્યાસમાં આપણે બીજું શું નુકસાનનું કામ કરીએ છીએ ? આ તો શાસ્ત્રનો અભ્યાસ છે. આમાં થોડું નુકસાન થાય છે ?_બીજી ક્રિયા ને બીજો રાગ હોય તો ઠીક છે, આ તો જ્ઞાનનો વ્યાયામ છે, જ્ઞાનની ક્રિયા છે અને સતશાસ્ત્રોમાં પણ એવી રીતે આવે છે કે, તત્ત્વજ્ઞાન છે, શાસ્ત્રાભ્યાસ છે એ સમ્યકજ્ઞાનનું અથવા સમ્યકદર્શનનું નિમિત્ત ગણવામાં આવ્યું છે, નિમિત્ત તો ક્યારે કહેવાય) કે, નૈમિત્તિક ક્રિયા થાય ત્યારે એની અનુકૂળતા જોઈને નિમિત્ત કહેવામાં આવે છે. નૈમિત્તિક ક્રિયા ન થાય તો - એ નિમિત્ત છે . એવું તો ક્યારેય . કદી કોઈએ કહ્યું નથી કે, નૈમિત્તિક ક્રિયા ન થાય - સમ્યગ્દર્શન ન થાય અને શાસ્ત્રાભ્યાસને નિમિત્ત કહો તત્ત્વજ્ઞાનના અભ્યાસને નિમિત્ત કહો! એવી રીતે તો નિમિત્ત કોઈએ કહ્યું નથી. (અહીંયા) શું કહે છે ? કે, “શાસ્ત્ર અભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જેની માન્યતા છે. વળી (કોઈ) એમ કહે કે, અમે એવું માનતા નથી પણ જ્યાં સુધી અંતર્મુખતા) ન થાય ત્યાં સુધી તો શાસ્ત્રાભ્યાસ કરવો ને? ઠીક ! પણ શું માનીને કરવો એ સવાલ છે. તને શાસ્ત્ર અભ્યાસનો રાગ અને બહિર્મુખ જ્ઞાન . એ રૂપ જે પરિણમન ચાલે છે એ પરિણમન ઠીક છે (અર્થાતુ) એ પરિણમન વર્તે છે ત્યારે એ પરિણમનમાં ઇષ્ટપણાનો - ઠીકપણાનો તને ભાવ રહે છે ? તો સાથે-સાથે એ માન્યતાનો ભાવ છે. રાગ ચારિત્રગુણની પર્યાય (છે), શાસ્ત્રાભ્યાસમાં પ્રવર્તતો જ્ઞાનોપયોગ તે જ્ઞાનની પર્યાય (છે), હવે શ્રદ્ધાને શું કામ કર્યું ત્યાં? આટલું વિચારવા યોગ્ય છે. શ્રદ્ધા સાથે-સાથે એમ કાર્ય કરે કે, આ ઠીક થઈ રહ્યું છે, આ ઠીક થઈ રહ્યું છે, આ હિતનું કાર્ય છે, આ મારા કલ્યાણનું કાર્ય છે, આમ કરતાંકરતાં મને લાભ થઈ રહ્યો છે . એ શલ્ય ઉત્પન્ન થઈ ગયું ! એ રીતે કદી આત્મપ્રાપ્તિ થતી નથી. એમ કહેવા માગે છે. આ બહુ સારો બોલ
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy