________________
[પરમાગમસાર-૯૬]
બનારસીદાસજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એ વિષય સ્પષ્ટ છે કે, કોઈપણ મોક્ષમાર્ગી ધર્મી જીવ પરસત્તાવલંબી જ્ઞાનને મોક્ષમાર્ગ કહે નહિ. આવા શબ્દો પડ્યા છે. એટલે જ્ઞાની-ધર્મનો ઉપયોગ શાસ્ત્રમાં જાય તોપણ એ શાસ્ત્ર અભ્યાસનો ઉપયોગ લાભનું કારણ છે, એવું શલ્ય જ્ઞાનીને હોતું નથી. એવું શલ્ય જ્ઞાનીને હોતું નથી એનો અર્થ કે અજ્ઞાનીને એવું શલ્ય હોય ત્યાં સુધી એને જ્ઞાનપ્રાપ્તિ થતી નથી.
૨૦
તેથી શાસ્ત્ર સ્વાધ્યાય કરનાર જીવોને અહીંથી બચાવવામાં આવે છે કે, જો જે ભાઈ ! તું શાસ્ત્ર સ્વાધ્યાયની પ્રક્રિયામાં છો પણ આટલું અંદરમાં સંભાળીને ચાલવાનું છે. નહિંતર તું એવો ફસાઈશ કે, એ ફસામણમાંથી બહાર નીકળવું સહેલું છે નહિ - ઘણું મુશ્કેલ છે. (આમ) આ બોલમાં શાસ્ત્ર સ્વાધ્યાયના વિષયમાં પણ બહુ મહત્ત્વનો ખુલાસો છે. ૯૬ (પૂરો) થયો.
*
`અવલોકન' વિના વેદન સંબંધિત વિષય ખરેખર સમજાતો નથી. નાસ્તિરૂપ ભાવોમાં આકુળતા છે. વિકલ્પ માત્ર દુઃખરૂપ છે-વગેરે આગમ, ન્યાય, યુક્તિ, અનુમાનથી સમજાવા છતાં, ઇચ્છિત પદાર્થની પ્રાપ્તિમાં, ઇચ્છાપૂર્તિને લીધે, કષાયની અલ્પમંદતા થવાથી, કલ્પના માત્ર રમ્ય લાગવાથી, ભોગ – ઉપભોગના ભાવો - અશુભ ભાવો, જે તીવ્ર કષાયરૂપ હોવાથી, તીવ્ર આકુળતા સહિત હોવા છતાં, `અવલોકન' ના અભાવને લીધે, ત્યાં દુઃખ લાગતું / સમજાતું નથી અને સુખની ભ્રાંતિ ચાલુ રહી જાય છે; જો `અવલોકન' હોય તો જ દુઃખ ભાસે અને ભ્રાંતિ મટવાનો અવસર આવે. બીજો કોઈ ઉપાય -પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની-૪૯૯)
નથી..