________________
[પરમાગમસાર-૧૯૧] વસ્તુ વિજ્ઞાનને વિચારીએ તો કોઈપણ પદાર્થ - કોઈપણ વસ્તુનો કોઈપણ ગુણ ક્યારેય પણ કોઈપણ સમયે પરિણમ્યા વિનાનો હોય નહિ. તેથી આત્માની સુખ-શક્તિ, સુખગુણ પણ સદાય પરિણમે છે. પણ જ્યારે તે વિકૃતરૂપે, વિકારીરૂપે, વિભાવરૂપે પરિણમે છે ત્યારે તે દુઃખરૂપે પરિણમે છે. એ સુખરૂપે નહિ પણ એનો દુઃખરૂપે અનુભવ (થાય છે) - ઊલટો અનુભવ થાય છે. ટૂંકામાં, દુઃખ છે તે સુખગુણની ઊલટી પર્યાય છે. દુઃખ છે તે સુખગુણની Fઊલટી પર્યાય છે. એ વિપદા કઈ છે ? કે ચૈતન્યનું વિસ્મરણ તે. - જ્યારે આ આત્મા પોતાના જ મૂળ સ્વરૂપને - નિજસ્વરૂપને ભૂલેલો છે અને એની બેસાવધાનીમાં - એના સ્મરણ રહિત, સાવધાની રહિત પરિણમે છે ત્યારે એનો સુખગુણ દુઃખરૂપે પરિણમતો હોય છે. એ દુઃખનો અનુભવ તે જ એને વિપદા છે. પછી એ લખપતિ હોય કે અબજપતિ હોય કે જગતનો રાજા હોય કે ગમે તે Lord, king, Emperor હોય, શહેનશાહ હોય ! છતાં ચૈતન્યના વિસ્મરણવાળા એ બધાં દુઃખી છે !
ગુરુદેવ તો વળી બહુ કહેતાં કે, “એ બધાં દુઃખના ડુંગરામાં દટાયેલા છે !” (પ્રવચન) સાંભળવામાં કોઈક કરોડપતિ સામે બેઠાં હોય ને (તો) શું કહેતાં ? કે આ તમે બધાં શેઠિયાઓ દુઃખનાં ડુંગરામાં દટાયેલા છો ! (અર્થાતુ) થોડું દુઃખ નથી પણ તમને ઘણું દુઃખ છે. પછી જરા હળવી પળોમાં એમ કહે કે, મોટી લાંબી લાંબી મોટરમાં બેસે, Imported air-conditioned ગાડીઓ આવે છે કે નહિ ? (પછી પૂછે) કેટલાંની છે ? (તો કહે) દસ લાખની છે. પચાસ લાખની છે. ગાડીમાં કપડાં સરખા પહેરીને બેઠો હોય લોકો જોવે કે સુખી છે. પણ એ ગાડીમાં નથી બેઠો ગાડી એની છાતી ઉપર બેઠી છે ! એની ઉપાધિ એને છે ને ! એમાં ક્યાંય ઘોબોઘડિયો ન પડે એની ઉપાધિ એને છે. જેટલી ઉપાધિ એને લગતી છે એ બધી એને છે. એને Maintain કરવાની જે ઉપાધિ છે એ બધી એને છે. એટલે એ ગાડીમાં નથી બેઠો પણ ગાડી એની છાતી ઉપર બેઠી છે. એ ઉપાધિ છે ને ? એટલે. * (માટે) કહે છે કે, ચૈતન્યનું વિસ્મરણ તે જ મોટી વિપદા છે. એમાં દુઃખ પરિણમતું હોવાથી એને મોટી વિપદા ગણીએ છીએ. વિસ્મરણમાં શું લીધું છે ? કે સંસારી મિદષ્ટિ જીવ સંપૂર્ણપણે - પૂરેપૂરો આત્માને ભૂલીને પ્રવર્તે છે. સિદ્ધસમાન સદા પદ મેરો બનારસીદાસજીએ ગાયું છે. સિદ્ધ