________________
૧૪૨
[પરમાગમસાર-૨૩૪]
તૈયાર છે એ અંતે લોકાગ્રે જઈને બિરાજે છે ! કેમકે એને આ જગતમાં - જગતનો કોઈપણ પદાર્થ કે આખું જગત ઇષ્ટ નથી. એક એને સત્ જ ઇષ્ટ છે. એ ૨૩૪ થયો.
48 ++++
તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરનાર જીવ અવલોકન પદ્ધતિમાં ન આવે તો અધ્યાત્મના વિષયથી જાણકાર થાય છે, તોપણ વેદન – અનુભવના વિષયથી અજાણ રહે છે. તેથી વિધિના વિષયની 'જાણવાની પ્રધાનતા' સંબંધિત (સ્થળ) જાણકારી થવા છતાં, અનુભવની સૂક્ષ્મ, યથાર્થ વિધિથી અજાણ હોય છે, કારણકે વિચારની પહોંચ જ્ઞાન સામાન્ય કે જ્યાં જ્ઞાનવેદન છે, ત્યાં સુધી નથી. વળી અવલોકન વિના પરલક્ષ મટવાની દિશામાં કોઈ વાસ્તવિક પ્રક્રિયા શરૂ થઈ હોતી નથી. તેથી સર્વ જાણવું પરલક્ષી હોય છે. તેમાં ન્યાય આદિ આગમ અનુકૂળ હોવા છતાં, યથાર્થતા ઉત્પન્ન હોતી નથી, અધ્યાત્મનો આશય બુદ્ધિગમ્ય થવા છતાં, ભાવ ભાસતો નથી. તેથી `સ્વલક્ષી અવલોકનમાં' ઘણી ગંભીરતા છે. ભાવભાસન વિના સન્મુખતાનો પુરુષાર્થ શરૂ થતો નથી. પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની–૧૦૪૦)