________________
મરણ થવા છતાં જેની કિંમત કરી હશે તે નહીં છૂટે. રાગ-દ્વેષ અને સંયોગની કિંમત કરી હશે તો તે નહીં છૂટે, આત્માની કિંમત કરી હશે તો તે નહીં છૂટે, જેનું મૂલ્ય આવ્યું હશે તે છૂટશે નહીં.” ૨૩૮.
પ્રવચન-૧૬ તા. ૧૫-૫-૧૯૮૩
પરમાગમસાર, પાનું ૬૪, ૨૩૮ નંબરનો બોલ છે. “મરણ થવા છતાં જેની કિંમત કરી હશે તે નહીં છૂટે.” બોલનો વિષય શું છે ? કે જીવ કિંમત કરે છે, મૂલ્ય કરે છે, બાહ્ય પદાર્થોની કિંમત કરે છે. જગતનાં તમામ જીવો, જગતનાં સમસ્ત જીવો બાહ્ય પદાર્થની કિંમત કરે છે, બાહ્ય સંયોગની કિંમત કરે છે. આત્માને છોડીને અનેક પ્રકારનાં દ્રવ્ય-ભાવોનું જે કાંઈ મૂલ્ય કરવામાં આવે છે, એવું જે મૂલ્યાંકન કરવું. એવી એક જીવની પ્રવૃત્તિ છે. એ બહુ મહત્ત્વની પ્રવૃત્તિ છે, એમ અહીંયા કહેવા માગે છે.
મૂલ્યાંકન કરવાની પ્રવૃત્તિ બહુ મહત્ત્વની છે એટલે એમ કહે છે કે જેની કિંમત કરી હશે તે કિંમત નહીં છૂટે. એમ કહીને એમ કહેવું છે કે જો આત્માની કિંમત કરી હશે તો તે નહીં છૂટે. નીચે એ વાત લે છે.
રાગ-દ્વેષ અને સંયોગની કિંમત કરી હશે તો તે નહીં છૂટે, આત્માની