SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ [પરમાગમસાર-૧૦૦] એ ચૈતન્યની મૂર્છા ટાળવા અર્થે, પ્રથમમાં પ્રથમ એને જડ પદાર્થની કિંમત ચાલી જવી જોઈએ. મહત્તા છૂટી જવી જોઈએ અને તે પણ આત્મસ્વરૂપની મહત્તાને વશ, એમને એમ ઓવે ઓથે નહિ કે ચાલો, અમને જડની મહત્તા નથી માટે આ છોડ્યું. એમ પણ નહિ. આત્મસ્વરૂપની મહત્તા આવવા પૂર્વક (તેની મહત્તા જવી જોઈએ. ત્યાગ તો ગ્રહણ પૂર્વક હોય છે, શું ગ્રહ્યું છે ? એના ઉપર ત્યાગનું મૂલ્યાંકન છે. આત્માએ શું ગ્રહ્યું? શુદ્ધાત્મતત્ત્વને જો ગ્રહણ કર્યું પરમાત્મતત્ત્વને જો ગ્રહણ કર્યું. આત્મા પરમેશ્વરપદ છે. (એમ જો ગ્રહણ કર્યું તો તો એને બહારની કિંમત ગઈ છે. એટલે એને બહારનો ત્યાગ થવો સહજ અને સંભવિત છે. તો એ તો એને સાનુકૂળ છે. પણ એમને એમ જો ત્યાગ) થાય, તોપણ એ યોગ્ય નહિ હોવાથી, એક નહિ અને બીજા અનર્થનું કારણ થાય છે. કેમકે એની અંદર મિથ્યાત્વનું પોષણ થાય છે. આ પ્રશ્ન :- પ્રથમ આત્મસ્વભાવની મહત્તા થાય ત્યારે શું લાગે ? અને કેવી રીતે એની મહત્તા લાગે ? સમાધાન :- ઓળખાણ વિના મહત્તા આવે નહિ. કોઈપણ પદાર્થની મહત્તા ઓળખાણ વિના આવતી નથી. જગતમાં એમ કહે છે કે હીરો કિંમતી ચીજ છે, સોનું કિંમતી ચીજ છે, પણ એની ઓળખાણે કિંમત છે. ઘરમાં હિરો હોય અને ઓળખાણ ન હોય તો ઠેબે ભે, ઠેબુ મારે ! ઓળખાણ વગર કિંમત નથી. (તેથી) ઓળખાણ કરવી જોઈએ. સર્વ સપુરુષોનું આ વચન છે કે પ્રથમમાં પ્રથમ આત્માને ઓળખવો. આત્માને ઓળખો, ઓળખીને એકાગ્ર થવું. આ પ્રથમ આજ્ઞા છે ! - જો કે ઓળખાય એટલે એકાગ્રતા આવ્યા વિના રહે નહિ. ઓળખાય ત્યારે એ અનંત મહિમાવંત તત્ત્વની મહિમા આવે છે અને મહિમા જેની આવે ત્યાં સર્વ પરિણામ એકાગ્ર થયા વિના રહે નહિ. એ કુદરતી પરિસ્થિતિ છે. એટલે પ્રથમમાં પ્રથમ ઓળખાણ કરવી અને જેટલી પોતાની શક્તિ છે, એ સર્વ શક્તિથી - પૂરા ઉદ્યમથી આત્માને ઓળખવા પ્રત્યે પ્રયાસ કરવો પછી બીજું બધું કરવું. પહેલું આ કરવું. એમ વાત છે, સમયસાર ૧૪૪ ગાથા(માં) એ તો લીધું છે ને ‘પ્રથમ તો શ્રુતજ્ઞાન દ્વારા જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય કરવો.’ આમ આજ્ઞા છે ! નિશ્ચય કરવો એમ કહો કે ઓળખાણ
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy