SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ કહાન રત્ન સરિતા ૨૩૧ વાહ...! જ્ઞાની કહે છે કે એ ધર્મના માર્ગને - ધર્મને, મોક્ષમાર્ગને એટલે ધર્મને જાણતો પણ નથી. લેશમાત્ર જાણતો નથી . થોડોક પણ જાણતો નથી. એટલો એ ધર્મના માર્ગથી અજાણ્યો છે. એમ અહીંયા કહેવા માગે છે. આ એનું રહસ્ય છે ! લોકો ધર્મી . ધર્મી કરીને કૂટી મારે ! કૂટી મારે એટલે બિચારો મરાઈ જાશે ! એક તો શું છે કે પોતાને અંદરમાં અભિમાનનાં પરિણામ થઈ જતાં હોય કે “મેં આ કર્યું હોં ! બીજાં નથી કરતાં એવું મેં કર્યું !” એમાં બીજાં વખાણે, બીજાં પ્રશંસા કરે એટલે એને તો જે રસ ઉત્પન્ન થતો હોય એ રસ વધવાનું નિમિત્ત બની જાય છે. બીજા એને કરાવતા નથી કાંઈ, પણ એક તો એની યોગ્યતા હીણી છે, એમાં બહારનાં નિમિત્તો તે જ પ્રકારનાં પાછાં એને મળે છે, એટલે એ તીવ્ર અભિમાનમાં અને અહંકારમાં આવે છે અને મોક્ષમાર્ગથી ઊલટાનો દૂર થઈ જાય છે. અહીંયા તો એમ કહે છે કે મોક્ષમાર્ગને એ કરતો નથી, આદરતો નથી, આરાધતો નથી . ઊલટાનું મોક્ષમાર્ગનું એને જરાય જ્ઞાન પણ નથી ! એમ કહે છે. એને મોક્ષમાર્ગનું જ્ઞાન હોવાનો નિષેધ છે, ઠીક ! પણ આટલાં બધાં શાસ્ત્રો વાંચીને સમજાવી શકે તોય તે ? (તો કહે છે) એ શાસ્ત્રના નિમિત્તે શુભભાવો થાય, એ શુભભાવમાં એને અહંકાર થાય તો કહે છે કે એ મોક્ષમાર્ગને લેશમાત્ર સમજયો નથી, જાણતો નથી, એ ઓળખતો નથી. એની એને ખબર નથી, આમ છે. (એ) અજાણ્યો છે. જે સાક્ષાત્ વીતરાગમાર્ગ છે, એ માર્ગમાં અંતર્મુખ કેમ થવાય એનાથી એ તદ્દન અજાણ્યો છે. એટલે અંતર્મુખથી વિરુદ્ધ એવું જે બહિર્મુખપણું તેમાં વેગથી અને રસથી આગળ વધી રહ્યો છે, એમ કહેવા માગે છે. એ રીતે અહીંયા બહિર્ભાવોનો નિષેધ છે અને અંતર્મુખ ભાવોને આદરવાની અહીંયા સૂચના કરી છે. અહીં સુધી રાખીએ.
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy