________________
GO
પિરમાગમસાર-૧૯૧] પરમ સમાધિનું સ્થાન છે. એવું જેણે આત્મશાંતિનું ધ્યેય બાંધ્યું છે એ આત્માની પરમ સમાધિ અવસ્થામાં (રહે છે. જ્યાં સામ્ય છે ત્યાં સમાધિ છે અને સમાધિ છે ત્યાં સામ્ય છે. ‘સામ્ય છે તે જીવના મોહ-લોભ વિહીન પરિણામ છે.' પ્રવચનસાર (૭મી ગાથામાં) સામ્યની આવી) પરિભાષા કરી છે. જૈનદર્શનનો આ સામ્યવાદ છે ! કે જીવના મોહ-લોભ વિહીન, મોહ વિહીન પરિણામ અને ચંચળતા, અસ્થિરતા, ક્ષોભ વિહીન : ડહોળાયેલા નહિ એવા સ્થિર ઉપયોગના પરિણામ, આત્મ-સ્થિરતાના પરિણામ તે ખરેખર સામ્યના પરિણામ છે, એ પરમ સમાધિના પરિણામ છે. એ જીવની સાચી સંપત્તિ છે અને એમાં આત્મશાંતિ રહેલી છે. જગતની સંપત્તિની એને કોઈ ગરજ - નથી, એને જગતની સંપત્તિની કોઈ ગરજ નથી.
શ્રીમદ્જીએ ગાયું છે, ‘વંદે ચક્રી તથાપિ ન મળે માન જો મુનિને આમ હોય છે એટલું પ્રતિપાદન નથી, હું સાધક છું, અને એ સ્થિતિની હું ભાવના ભાવું છું, “અપૂર્વ અવસર' ગાયું છે ને ! આ અપૂર્વ અવસર ગાયું છે કે આવા જે મુનિરાજ છે, જંગલમાં ધ્યાનમાં બિરાજમાન છે. ચક્રવર્તી સેના લઈને નીકળે અને જો એ ભાળી જાય કે અરે...! ઓલા ઝાડ નીચે મુનિરાજ ધ્યાનમાં બિરાજે છે ! તો હાથીના હોદેથી હેઠો ઉતરીને સાષ્ટાંગ નમસ્કાર કરે ! છતાં જે સામું જોતાં નથી !! એ નમસ્કાર કરે એને લોકો મોટાઈ માને છે. વીતરાગી મુનિને તો (એ) જ્ઞાનનું જોય છે. એને તો કોઈ પત્થર મારનાર ઉપસર્ગ કર્તા છે કે એને કોઈ ચક્રવર્તી વંદનાર છે બન્ને “જ્ઞાનના શેય એક સરખા છે. એને આ સારો છે અને મારો છે, મારો માનનારો તે મારો છે, એવી સંકુચિતતા વીતરાગ ભાવમાં આવતી નથી. એ ભાવના -ભાવી છે. શ્રીમદ્જીએ મુનિનું વર્ણન કર્યું છે એ તો એક દૃષ્ટિકોણ છે, જે ગૌણ છે, મુખ્ય દૃષ્ટિકોણ તો એ કાવ્યનો એ છે કે એવો અપૂર્વ અવસર મને ક્યારે આવે !” એ એનો મુખ્ય દૃષ્ટિકોણ છે.
એટલે એમ કહ્યું છે. આ એમણે લીધું છે . ૩૪માં વર્ષની આ વાત છે. લ્યો ! ૩૪માં વર્ષે એમનો દેહાંત છે અને એ છેલ્લે (પત્રાંક - ૯૪૯માં) આ વાત લખતાં ગયાં છે. બહુ સૂત્ર જેવો ટુકડો છે ! જગતના સંયોગો પાછળ ધસમસતા પ્રાણીઓને Break મારે એવો આ ટુકડો છે કે ભાઈ ! એ ગમે તેટલી શ્રીમંતાઈ, સત્તા અને કુટુંબ-પરિવાર તને મળો ! (પણ) તારી