________________
કહાન રત્ન સરિતા
૨૭
ત્યાગ અને વ્રત-નિયમ-સંયમમાં પરિણામ જાય, તો એ હઠથી ન જવાં દઈને અશુભમાં જવું, એવો સાવ સામાન્ય બુદ્ધિ બહારનો ઉપદેશ તો જૈનદર્શન જેવાં તાત્ત્વિકદર્શનમાં હોવાનો પ્રશ્ન જ રહેતો નથી. એટલે એ વાત તો વિચારવા યોગ્ય પણ રહેતી નથી.
'
પણ સામાન્ય રીતે એમ જોવામાં આવે છે કે જીવો, દર્શનશુદ્ધિનો પ્રયત્ન ક૨વાને બદલે, રાગનો - અનેક પ્રકારના રાગનો અભાવ ક૨વા માટે બાહ્ય પદાર્થના ત્યાગમાં જાય છે. શું ? અને એ ત્યાગ છે એને લઈને એને શું થાય છે, એ હવે નીચે કહે છે કે દૃષ્ટિમાં વિકલ્પનો ત્યાગ કરતો નથી...’ આ તો બહુ માર્મિક વચન છે. શ્રદ્ધાનમાં તો રાગને એવો પકડ્યો છે કે આ રાગ કરવા જેવો છે. પહેલાં આ રાગ કરવા જેવો છે. આ છોડું પહેલાં, આનો ત્યાગ કરું - એમ રાગને તો ઘણો ગ્રહણ કરે, અભેદપણે ગ્રહણ કરે, એકપણે ગ્રહણ કરે, એનો તો દૃષ્ટિમાંથી ત્યાગ કરતો નથી. શ્રદ્ધાનમાં એને તો એકત્વ કરે અને બહારના ત્યાગ કરી બેસે છે...' એટલે અમુક પદાર્થો છોડે છે. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં વિભિન્ન પ્રકારના ત્યાગને ગ્રહણ કરે છે, ત્યારે તે ત્યાગ કરવાના રાગને ગ્રહણ કરે છે. શું કરે છે ? જ્યારે એ બાહ્ય પદાર્થનો ત્યાગ કરે છે. ત્યારે તે બાહ્ય પદાર્થના ત્યાગના રાગને તો શ્રદ્ધાનમાં એકત્વપણે ગ્રહણ કરે છે, અને ચારિત્રમોહમાં પણ એને ગ્રહણ કરે છે, અને મિથ્યાત્વના જ પોષણનું (એને) કારણ (થાય) છે.' આ મોટું નુકસાન છે.
ભલે એનું કદાચ થોડું અશુભ ઘટ્યું, પણ સર્વથી મોટામાં મોટી અશુભ પ્રકૃતિ છે એ મિથ્યાત્વની છે. મિથ્યાત્વની પ્રકૃતિ શુભ કે અશુભ ? ચોખ્ખી અશુભ છે. એમાં કોઈ શુભનો વિકલ્પ છે નહિ. મિથ્યાત્વની પ્રકૃતિ સૌથી મોટું અશુભ છે અને જૈનદર્શન સિવાય તમામ અન્યમતમાં મોટા પાપને કોઈ સમજતું નથી અને નાના પાપ છોડાવવાનો સર્વત્ર ઉપદેશ ચાલે છે ! આ તો મોટી ગડબડ છે. મોટી ગડબડ હોય તો આ છે કે નાના પાપને મોટું બતાવે ! એને છોડવા માટે ઘણી મહત્તા આપે. જુઓને ! આ લોકો વ્યાજ નથી ખાતા. ઇસ્લામધર્મની અંદર મુસલમાન લોકો એમ કહે છે કે અમારે વ્યાજ ન ખાવું. એમાંય ખાસ કરીને જે મક્કા જઈને હજ કરી આવે, હાજી થઈ આવે, એ લોકો તો ખાસ, એમ માને છે કે અમે હવે હાજી