SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ જેણે જીવન કાળમાં સંયોગનો વિયોગ સાથે જ ભાવ્યો • જ છે, અનુકૂળતામાં પણ એના વિયોગની ભાવના ભાવી છે. તેને તેના વિયોગ કાળે ખેદ નહિ થાય. ૨૪ર. પ્રવચન-૧૯ તા. ૧૦-૫-૧૯૮૩ (પરમાગમસાર બોલ - ૨૪૨). જેણે જીવન કાળમાં સંયોગનો વિયોગ સાથે જ ભાવ્યો છે, અનુકૂળતામાં પણ એના વિયોગની ભાવના ભાવી છે તેને તેના વિયોગ કાળે ખેદ નહિ થાય.' આ જગતમાં સર્વ સંસારી પ્રાણીઓને પોતાનાં ઇષ્ટ સંયોગનો વિયોગ થતાં દુઃખ થાય છે અને ખેદ થાય છે, એનું કારણ શું ? આત્માને સંયોગ શું શું છે એ વિચારીએ તો આ શરીર પણ એને સંયોગરૂપ છે કે જેનો વિયોગ થવાનું નિશ્ચિત છે. શરીરનો વિયોગ થાય છે તે ભાગ્યે જ સમજાવવાની જરૂર છે કે બીજાં સંયોગો - કુટુંબપરિવાર, મકાન, ધન, ધાન્ય એ સર્વનો વિયોગ થવાનો છે. એ સમજાવવાની જરૂર રહેતી નથી. બહારમાં પણ ધંધામાં નુકસાન જાય તો લક્ષ્મીનો . પૈસાનો વ્યય થાય
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy