SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ર [પરમાગમસાર-૨૪૧] આવી જાય. ૧૨ અંગ એટલે ? લખ્યાં લખાય નહિ. લખવા બેસો તો લખવામાં પૂરું પડે નહિ. એટલો ક્ષયોપશમ ! અંતર્મુહૂર્તમાં એટલો વિકાસ થાય ! એટલાં ભેદ–પ્રભેદમાં ઉપયોગ ફરી વળે, છતાં મોક્ષમાર્ગી જીવને એવા પરસત્તાવલંબી જ્ઞાનની મીઠાશ આવતી નથી. એટલું તો નહિ, રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એ વાત કરી કે કોઈ મોક્ષમાર્ગી જીવ પરસત્તાવલંબી જ્ઞાનને મોક્ષમાર્ગ કહે નહિ. ઠીક ! પણ શાસ્ત્ર રચે છે ને ગણધરદેવ ? (પણ) એને મોક્ષમાર્ગ કહેતાં નથી. જે સ્વસત્તાવલંબી જ્ઞાન છે અને મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે. એ રીતે એ વિષયને વિશેષપણે વિચારવા જેવો છે. (સમય થયો છે). જ્ઞાન સુખરૂપ છે, તે વેદનથી સમજાય, તો સ્વરૂપ-નિશ્ચય થાય. સ્વરૂપ-લક્ષ થાય. જ્ઞાનને વેદનથી જાણવા અર્થે પરપ્રવેશ ભાવરૂપ મિથ્યા અનુભવને અવલોકનથી સમજવાનો પ્રયાસ કરવો ઘટે. જે જીવ મોક્ષાર્થી થઈને, નિષ્પક્ષપણે પોતાના વર્તતા દોષનું અવલોકન કરે, તેને દોષથી ઉત્પન્ન દુઃખ-તે રૂપ વિભાવ સ્વભાવ વેદનથી સમજાય. વેદનથી – અનુભવથી સમજવાની રીત દ્વારા જ્ઞાનને જ્ઞાન-વેદનથી સમજતાં સ્વભાવનું – અસ્તિત્વનું ગ્રહણ થાય. જ્ઞાન સ્વયં વેદ્યવેદકપણે વર્તે ત્યાં સ્વસમ્મુખતા જ થાય. અન્ય ઉપાય પર સન્મુખતાનો અભાવ થતો નથી. પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની–૧૨૦૮)
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy