SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ [પરમાગમસાર-૨૪૨] ૧૭૪ છે. કુટુંબ-પરિવારમાં જેના-જેના આયુષ્ય પૂર્ણ થાય, ચાહે ઓછી ઉંમર હોય કે વધારે ઉંમર હોય, આયુષ્ય પૂરા થાય એટલે તે તે સભ્યનો વિયોગ થાય છે. સર્વને એ અનુભવગોચર છે. એ સિવાઈ પણ બહારમાં અનેક ફેરફારો થાય છે. એમાં પોતાની અનુકૂળતા જ્યાં-જ્યાં વિચારવામાં આવી છે, જ્યાંજ્યાં નિર્ણય કરવામાં આવ્યો છે તે-તે પદાર્થોનો વિયોગ થાય છે, ત્યારે જીવને દુઃખ થાય છે ને ખેદ થાય છે, આવો ખેદ અને દુઃખ થાય એ કોઈ ઇચ્છતું નથી. પોતાને દુઃખ થાય કે પોતાને ખેદ થાય એમ કોઈ ઇચ્છતું નથી . સામાન્ય રીતે એમ વિચારવામાં આવે છે કે, જે - તે પદાર્થોનો વિયોગ થાય તે-તે પદાર્થોનો સંયોગ થાય તો દુઃખ ન થાય, કેમકે વિયોગને દુઃખનું કારણ અને સંયોગને સુખનું કારણ માનવામાં આવ્યું છે. પણ એ પ્રકારે સંયોગ ફરીને પાછો પ્રાપ્ત કરવો - વિયોગ થયેલો સંયોગ પ્રાપ્ત કરવો એ જીવના અધિકારની વાત નથી. ભલે (એ) ઇચ્છે તો પણ એના અધિકારની વાત નથી. અને આ મૃત્યુ આદિનો વિયોગ (પાછો પ્રાપ્ત કરવો) એ તો અશક્ય છે. જગતમાં કોઈ પ્રાણી (નો) વીમો ઉતરાવ્યો હોય તો પૈસા આવે પણ એનાથી જિંદગી ફરીને આવતી નથી. એ પૈસાથી જિંદગી ફરીને આવતી નથી. (માટે) એ (વિયોગથી ઉત્પન્ન થયેલું) દુઃખ નહિ મટે. માણસ ઘરમાંથી ચાલ્યું જાય અને એની બદલીમાં રૂપિયા આપે તો એનાથી દુઃખ મટતું નથી. અને એવી રીતે દુઃખ મટતું હોય તો-તો માણસને વેચવાના પ્રસંગો બનતા હોત ! પણ એવું તો બનતું નથી. (માટે) અહીંયા શ્રીગુરુ એમ સમજાવે છે કે, અમે તને દુઃખ મટવાનો ઉપાય બતાવીએ છીએ. આવું દુ:ખ કેમ મટે ? એનો ઉપાય અમે તને બતાવીએ છીએ અને તે ઉપાય એ છે કે, ‘જ્ઞાનમાત્ર’થી તને દુઃખ મટશે !! જ્ઞાનમાત્રથી જ (એટલે) સમજણમાત્રથી જ તને દુઃખ મટશે. તને એમાં બીજો કોઈ પરિશ્રમ કરવાની આવશ્યકતા નથી, એમ કહે છે. અહીંયા એ વિષય છે. ૨૪૨. એનો વિષય એ છે કે, જીવનકાળમાં એટલે આ જિંદગીમાં જ્યા૨થી જન્મ થાય છે અને મૃત્યુ પર્યંતનો જે વચ્ચેનો Period છે એને ‘જીવનકાળ' કહેવામાં આવે છે. એ જીવનકાળમાં અનેક પ્રકારનાં સંયોગ થાય છે. મકાનનું વાસ્તુ લીધું હોય (તો) એ (જીવને) સંયોગ છે, પ્રસ્તુત બોલ છે -
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy