________________
૨૧૬
પિરમાગમસાર-૨૫૦]
છે કે અન્ય તત્ત્વમાં અન્ય તત્ત્વ માનવું અન્ય તત્ત્વમાં અન્ય તત્ત્વ જાણવું એ મિથ્યાત્વનું સ્વરૂપ છે.
રાગાદિ પુણ્યભાવ જે અન્ય તત્ત્વ સ્વરૂપ છે, આત્મા વીતરાગ સ્વરૂપ છે તેનાથી જે અન્ય તત્ત્વ છે, તે અન્ય તત્ત્વને પોતારૂ૫ માનવું - પોતા સ્વરૂપ કરવું પોતાનું કરીને જાણવું - એ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વથી જન્મમરણ થાય છે. એટલે એમ કહે છે કે એ પુણ્યની મીઠાશ તો એનું ખૂન કરે છે. એના જ્ઞાન ને આનંદ પ્રાણને એ હણે છે. તેથી ખૂન કરે છે એમ કહેવામાં આવ્યું છે.
જુઓ ! આખા જગતથી બિલકુલ જુદી વાત છે. જગતમાં ધર્મના ક્ષેત્રમાં પુણ્યને જ સર્વસ્વ માનવામાં આવે છે અને એ પુણ્ય પરિણામનો ઝંડો લઈને લોકો ફરે છે કે અમે ધર્મ કરીએ છીએ.... ધર્મ કરીએ છીએ ! ઘણો ધર્મ કર્યો. પછી એના અનેકવિધ પ્રકાર છે. પણ એ તમામ પ્રકારના શુભરાગ છે જેને તત્ત્વ દૃષ્ટિએ પુણ્ય તત્ત્વ કહેવામાં આવે છે. નવ તત્ત્વ છે. એમાં એ પુણ્ય તત્ત્વમાં જાય છે. એ અન્ય તત્ત્વ છે. એને અને આત્માને ખરેખર તો વિરદ્ધતા છે. વીતરાગને અને રાગને તો ખરેખર વિરુદ્ધતા છે. એ વિરુદ્ધતા જાણવાને બદલે એની સાથે જ આત્મબુદ્ધિ કરે, એ પુણ્ય તત્ત્વમાં જ આત્મીયતા કરે . આત્મબુદ્ધિ કરે તો એમાં આત્મા હણાય છે. એમાં જ્ઞાન ને આનંદનું હણવું થાય છે.
મુમુક્ષુ - વાત તો આકરી લાગે એવી છે.
પૂજ્ય ભાઈશ્રી :- એમાં આકરું શું છે ? જે જેમ છે એમ જાણવું છે. અત્યાર સુધી ભૂલો પડેલો જીવ એમ વિચારે કે ખરેખર પરિસ્થિતિ - વસ્તુ સ્થિતિ શું છે ? એટલી જિજ્ઞાસાથી વિચારે તો એને એમ કહે છે કે ભાઈ ! તું અહીંયા ભૂલ્યો છે. તેં પુણ્યભાવ જે કર્યા એ પુણ્યભાવમાં તારી ભૂલ થઈ છે. (એટલે કે એમાં ધર્મ માનવા સંબંધીની તારી ભૂલ થઈ છે. એ મીઠાશ વેદવા જેવી નથી.
મૂળ તો શું છે કે જે ધર્મનાં પરિણામ છે, એમાં જે આત્માની શાંતિ છે અને જે વીતરાગતાની નિર્દોષતા અને પવિત્રતા છે, એને જીવે જાણી નથી. તેથી પુણ્યના કષાય સહિતના પરિણામ (કે). જે સકષાય પરિણામ છે, શુભ રાગ એ પણ કષાય પરિણામ છે, એમાં જીવ મમત્વ કરે છે, એ